મુંબઈ: અભિનેતા સિદ્ધાર્થે અયોગ્ય ટ્વીટ માટે બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પાસે માફી (siddharth apologizes to saina) માંગી છે અને કહ્યું કે, "તેના આ મજાકમાં એક મહિલા પર હુમલો કરવાનો તેનો કોઇ ઈરાદો ન હતો".વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં જે ખામી અંગે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાયના નેહવાલના ટ્વીટના (Saina Nehwal's tweet) જવાબમાં સોમવારે અભિનેતાએ ટ્વિટર પર ટીકા (Siddharth comment on saina's tweet) કરી હતી.
રંગ દે બસંતી" અભિનેતાએ સાયનાને લ્ખયો પત્ર
મંગળવારે મોડી સાંજે ટ્વિટર પર પ્રકાશિત એક પત્રમાં, "રંગ દે બસંતી" અભિનેતાએ કહ્યું કે, "ભલે તે નેહવાલના મંતવ્યો સાથે અસંમત હોય, પરંતુ તેના ટ્વીટને યોગ્ય ઠેરાવી શકાય નહીં". સિદ્ધાર્થે લખ્યું કે, "પ્રિય સાયના, મેં થોડા દિવસો પહેલા તમારા એક ટ્વિટના સંબંધિત જવાબમાં જે લખ્યું હતું. તે મજાક માટે તમારી પાસે માફી માંગવા ઇરછું છું". હું તમારી સાથે ઘણી બાબતોમાં અસંમત હોઈ શકું છું, પરંતુ તમારી ટ્વીટ વાંચ્યા પછી ગુસ્સો વ્યક્ત કરવા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે યોગ્ય ના હતું.
જાણો સિદ્ધાર્થે બચાવમાં શું કહ્યું?
તેણે કહ્યું કે જોકે, "આ મજાક પાછળ મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો, બસ વાત સાચી રીતે પેશ થઇ ના હતી". તેના આ મજાકમાં એક મહિલા પર હુમલો કરવાનો તેનો કોઇ ઈરાદો નહતો. સિધ્ધાર્થ કહે છે કે, "હું આશા રાખું છું કે, સાયના નેહવાલ મારી માફીનો સ્વીકાર કરશે".
અભિનેતાના ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી હતી સાયનાએ