ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bigg Boss-13: શિલ્પાએ સ્પર્ધકનો શિખવ્યાં યોગ, વીડિયો વાયરલ - house teach yoga

બિગ બોસન સીઝન-13ના ફાઈનલને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રશ્મિ દેસાઈ, આસિમ અને સિદ્ધાર્થ શુક્લા ફાઈનલમાં પહોંચી ચૂક્યા છે. આ વીકએન્ડમાં ઘરવાળાઓને મળવા સેલિબ્રટિસ આવનાર છે, ત્યારે કંટેસ્ટન્ટને યોગ શિખવાડવા માટે બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આવી છે. જેની સાથે યોગ કરતા ઘરવાળાઓનો પરસેવો છૂટ્યો હતો.

etv bharat
etv bharat

By

Published : Feb 9, 2020, 11:44 AM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા ટેલીવિઝનનો ફેમસ શો બિગ બોસના ઘરમાં પહોંચી છે. જેને લઈ ઘરમાં ધમાલ જોવા મળી રહી છે. શિલ્પા શોના આવનારા એપિસોડમાં કંટેસ્ટન્ટને યોગ શીખવાડતી જોવા મળી રહી છે. બિગ બોસ-13ના એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. આ વીડિયોમાં શિલ્પા સ્પર્ધકોના યોગ ક્લાસ લેતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં શિલ્પા કપલ યોગ પણ શીખવી રહી છે. જેમાં શહનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લાની ઉપર બેસે છે. આ વીડિયો જોતા હસી હસીને પેટમાં ગોટા વળી જશે. શિલ્પા ત્યારબાદ ઘરના સભ્યોને આ શો સાથે જોડાયેલી તેમની યાદ વિશે પૂછે છે. જેના પર આસિમને તેમના પ્રતિ સ્પર્ધી સિદ્ધાર્થ શુક્લા સાથેની ફ્ન્ડશીપ વિશે પુછે છે. શહનાઝ ગિલે કહ્યું કે, આ રિયાલિટી શોએ મને સેલેબ્રટી બનાવી દીધી છે. સિદ્ધાર્થને શહેનાઝ વિશેના સંબધ વિશે પણ પૂછતી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details