હૈદરાબાદ:બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (International Education Day 2022) પર પોતાની શાળાની યાદો તાજા કરી છે. આ અવસર પર શિલ્પાએ તેની સ્કૂલની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે.
શિલ્પા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહતી હોય છે
શિલ્પા એ સ્ટાર્સમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. શિલ્પા દરરોજ તેની ઇન્સ્ટા વોલને તેની તસવીરો અને વીડિયોથી સજાવતી રહે છે, ત્યારે હાલ તેણે તેની શાળાની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે, જેમાં શિલ્પા તેના સ્કૂલ ડ્રેસમાં જોવા મળી રહે છે. શિલ્પાની સાથે તેના અન્ય સ્કૂલના ક્લાસમેટ પણ છે.
શિલ્પાએ આપ્યું સંદર કેપ્શન
આ તસવીર શેર કરતા શિલ્પાએ લખ્યું, “મારું દિલ એ તમામ બાળકો તરફ જાય છે, જે મહામારીનો ભોગ બન્યાં છે, તે બાળકો તેમના મિત્રોને મળી શકતા નથી અને તેઓ શાળાએ જઈ શકતા નથી તેમજ અભ્યાસ કરી શકતા નથી, પરંતુ આપણે શું કરી શકવાના જ્યારે સમયની આ જ માંગ છે, ત્યારે આપણે કોઈક તો રસ્તો શોધવો પડશે. આપણે નાના પણ યોગ્ય પગલાં લેવા પડશે.
શિલ્પાએ કહ્યું, "આવનારી મજબૂત પેઢી સ્વસ્થ અને સુરક્ષિત રહે"