ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શેહનાઝ ગિલે ચીનને રમૂજી ચેતવણી આપી, વિડીયો થયો વાઇરલ - શહેનાઝ ગિલ

શહેનાઝ ગિલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રમૂજી ટિક ટોક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ચીની ભાષામાં ચીનને ચેતવણી આપી રહી છે. તેનો આ વીડિયો તેના ચાહકોને બહુ પસંદ આવ્યો છે. તે વાઇરલ પણ થયો છે.

શેહનાઝ
શેહનાઝ

By

Published : Apr 24, 2020, 4:03 PM IST

મુંબઇ : બિગ બોસ 13 ની પ્રતિયોગીતા અને ગાયક શહેનાઝ ગિલે ગુરૂવારે ચીનને એક રમૂજી ચેતવણી આપી છે. ગિલ આ વીડિયોમાં ચીનના લોકોને ચીની ભાષામાં ચેતવણી આપી રહેલી દેખાય છે. તેમજ તે કેટલાંક ચીની સ્ટેપ્સ કરતી પણ જોવા મળી છે.

આ વીડિયો તેના ચાહકોને બહુ પસંદ આવ્યો છે. તેને 17 લાખથી વધારે વ્યૂઝ સાથે વાઇરલ થયો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક ઉપયોગકર્તાએ લખ્યું કે, 'બહુ જ સરસ ચીની લોકો સાવધાન રહો.' ત્યારે અન્ય એકે લખ્યું કે, આ વીડિયોને જોયા પછી કોરોના વાઇરસ ભાગી જશે.

લોકડાઉન શરૂ થયાં પહેલા જ દર્શન રાવલનું તાજેતરનું રોમેન્ટિક સિંગલ ટ્રેક " ભૂલા દુગા ' માં શહેનાઝ અને તેના બિગબોસના સાથી સિદ્ધાર્થ શુક્લા જોવા મળ્યા હતા. આ વિડીયો ગીત લાંબા સમયથી ટ્રેન્ડમાં રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details