ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોવિડ-19: શાહરૂખના પગલા પર ચાલ્યા ફેન્સ, SRK ફેન્સ ક્લબે કર્યું ડોનેશન - Gujarati News

અભિનેતા શાહરૂખ ખાનના ટ્વીટર ફેન પેજ 'એસઆરકે યૂનિવર્સ ફેન ક્લબે' PM કેર ફંડમાં દાન કર્યું છે. એક ટ્વીટમાં ફેન પેજે લખ્યું કે, તે અભિનેતાના હાલમાં જ કરેલા દાનથી પ્રેરિત થયા અને પોતાના આઇડ્લને ફોલો કરતાં પીએમ રાહત ભંડોળમાં ડોનેશ આપવાનો સંકલ્પ કર્યો છે.

Etv Bharat, Gujarati News, Bollywood News, CoronaVirus, shahrukh fan club donation
shahrukh fan club donation

By

Published : Apr 5, 2020, 1:25 PM IST

મુંબઇઃ દેશમાં ફેલાઇ રહેલા જીવલેણ કોરોના વાઇરસની જંગમાં ભારતના દરેક નાગરિક સાથે છે. વાત કરીએ બૉલિવૂડની તો લગભગ તમામ સ્ટાર્સ આર્થિક યોગદાન આપી રહ્યા છે. હાલમાં જ શાહરુખ ખાને પણ ડોનેશન આપ્યું હતું, ત્યારે તેનાથી પ્રરિત થઇને તેના ફેન્સ ક્લબે પણ યોગદાન આપવાનું નક્કી કર્યું છે.

શાહરૂખ ખાનના એક ફેન ક્લબે ટ્વીટ કરતાં કહ્યું કે, અમે 1 લાખ રૂપિયાનું યોગદાન પીએમ રાહત ભંડોળમાં આપ્યું છે.

કિંગ ખાનના આ ફેન પેજનું નામ SRK Universe Fan Club છે. આ ફેન પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, 'અમે એટલું તો કરી જ શકીએ છીએ. શાહરૂખ ખાનથી પ્રભાવિત થઇને PM કેર ફંડમાં એક નાનું યોગદાન આપીએ છીએ. 'આ ટ્વીટમાં ફેન્સે શાહરુખ ખાનને અને રેડ ચિલીઝને પણ ટેગ કર્યા હતા.’

આ ઉપરાંત આ પોસ્ટની સાથે સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જે અનુસાર આ ફેન પેજ તરફથી પીએમ રાહત ભંડોળમાં 1 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details