ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'કબીર સિંહ'એ સિનેમાઘરોમાં મચાવી ધૂમ, શાહિદ કપુરે ચાહકોનો માન્યો આભાર - gujaratinews

ન્યૂઝ ડેસ્ક: હાલમાં બોલીવુડ સ્ટાર શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યારે આ ફિલ્મએ પહેલા દિવસે જ બૉક્સ ઓફિસ પર ખુબ જ સારી એવી શરૂઆત કરી હતી. આ ફિલ્મને પહેલા દિવસે જ 20.21 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે બીજા દિવસે પણ આ ફિલ્મે સારી કમાણી કરી છે.

'કબીર સિંહ'એ સિનેમાઘરોમાં મચાવી ધૂમ

By

Published : Jun 23, 2019, 2:23 PM IST

શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ'ને લાકો પાસેથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. તેમજ શાહિદ કપૂરના ચાહોકો દ્વારા તેને સારી એવી પ્રતિક્રિયા મળી રહી છે. આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર સારી રીતે શરૂઆત કરી હતી. જે આગળ પણ વધુ કમાણી કરવાની અપેક્ષા કરવામાં આવી રહી છે. તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિંદી રિમેક 'કબીર સિંહ'ને સંદીપ રેડ્ડી વંગા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.

શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર ચાહોકોનો આભાર વ્યક્ત કર્યો

'કબીર સિંહ' એક્ટર શાહિદ કપૂરની ઓપનિંગ ડે પર સૌથી વધારે કમાણી કરતી સોલો ફિલ્મ બની ગઈ છે. આ સાથે જ વર્ષ 2019ની ટૉપ 5 ઓપનર્સની લિસ્ટમાં ચોથા ક્રમ પર આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 'કબીર સિંહ' ફિલ્મે શનિવારે બૉક્સઓફિસ પર 22.71 રૂપિયાની કમાણી કરી છે. એવામાં ફિલ્મની કુલ કમાણી લગભગ 42.92 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ચાહકોમાં શાહિદની 'કબીર સિંહ' ફિલ્મનો ઘણો ક્રેઝ જોવા મળ્યો છે. સાથે જ સિનેમાઘરોમાં ફિલ્મ જોનારાઓની ખૂબ જ ભીડ જોવા મળી શકે છે.

દેશની 3123 સ્ક્રીન પર રિલીઝ થયેલી 'કબીર સિંહ'ને સારો એવી પ્રતિક્રિયા મળતા જોઈને શાહિદ કપૂરે સોશિયલ મીડિયા પર ચાહોકોનો આભાર વ્યક્ત કર્યો છે. એક્ટરે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. આપને જણાવી દઈએ કે, કબીર સિંહ એક મેડિકલના વિદ્યાર્થીની કહાની છે. જે પોતાની પ્રેમિકાને ખોઈ દીધા બાદ દારૂના નશામાં ડૂબી જાય છે. શાહિદ કપૂરની સાથે આ ફિલ્મમાં કિયારા આડવાણી, આદિલ હુસૈન, સોહમ મજૂમદાર અને સુરેશ ઓબેરોય છે.

ABOUT THE AUTHOR

...view details