નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા 21 દિવસનું લોક-ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વડા પ્રધાન અને રાજ્ય સરકાર તેમજ સ્ટાર્સ દ્વારા લોકોને ઘરે રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.
સપના ચૌધરીએ ઘરમાં રહેતા લોકોનો માન્યો આભાર - sapana chaudhari
હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ પણ વીડિયો બનાવી લોકોને ઘરે રહેવાનો સંદેશો આપ્યો છે. સપનાએ કહ્યું કે જે લોકો સરકારની વાત માની ઘરમાં જ રહે છે તે લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.
બોલિવૂડ સ્ટાર હોય કે ટીવી સ્ટાર દરેક જણ સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર વીડિયો દ્વારા લોકોને ઘરે જ રહેવાનો મેસેજ મોકલી રહ્યાં છે. આ કડીમાં હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ પણ વિડીયો બનાવી લોકોને ઘરે રહેવાનો સંદેશો આપ્યો છે. સપનાએ કહ્યું કે જે લોકો સરકારની વાત માની ઘરમાં જ રહે છે તો લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.
આ ઉપરાંત સપના ચૌધરીએ તેમના દાન અંગે સવાલો ઉઠાવનારાઓને પણ જવાબ આપ્યો હતો. સપના ચૌધરીએ કહ્યું કે, તે સોશિયલ મીડિયા પર દેખાડો કરવા નથી માગતી. વધુમાં તેમણે કહ્યું હતું કે તેમને જે મદદ કરવી હશે અને જેટલું દાન કરવું હશે તે કરશે. આ માટે તે સોશિયલ મીડિયા પર ચેક ફોટો અથવા વીડિયો મૂકશે નહીં કે તેણે દાન આપ્યું છે.