મુંબઇ: અભિનેતા સંજય દત્ત માને છે કે, આરામ કરવાનો અને પોતાનો વિકાસ કરવાનો આ સારો સમય છે, પરંતુ આ ચાલુ લોકડાઉનમાં પણ તેણે પોતાના કામથી સંપૂર્ણ વિરામ લીધો નથી. તે કહે છે કે હાલમાં તે કેટલીક ખૂબ સારી સ્ક્રિપ્ટો વાંચવાની મજા લઇ રહ્યો છે.
સંજયને છેલ્લે 2019 ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ 'પાણીપત'માં જોવામાં આવ્યો હતો. લોકડાઉન બાદ 'સડક 2' સહિત ઘણાં પ્રોજેક્ટ્સ રિલીઝ કરવામાં આવશે.તેણે વધુમાં કહ્યું કે, 'મારી પાસે હાલમાં ઘણી સ્ક્રિપ્ટો છે, જે હું હાલમાં વાંચું છું. આ લોકડાઉનને કારણે, ઘણી તારીખો બદલાઈ ગઈ છે, જે ફિલ્મોનું શૂટિંગ થવાનું હતું, તે પણ મુલતવી રાખવામાં આવી છે. મારી પાસે કેટલીક ખૂબ સારી સ્ક્રિપ્ટો છે, હું તે વાંચું છું અને સાથે સાથે હું ખૂબ સારૂ અનુભવ કરી રહ્યો છું, પરંતુ બધું જ નિશ્ચિત થયા પછી, હું તેમના વિશે કહી શકશે.