મુંબઇ: છેલ્લાં 60 દિવસથી પનવેલ ફાર્મહાઉસમાં આઇસોલેશનમાં રહેતા સલમાન ખાન અહેવાલ છે કે, મંગળવારે રાત્રે પિતા સલીમ ખાન અને માતા સલમા ખાનને મુંબઈમાં મળ્યો હતો.
સલમાન મુંબઇ પહોંચી માતાપિતાને મળ્યો, થોડી જ વારમાં પરત ફર્યો - મુંબઇ પહોંચ્યો સલમાન ખાન
અહેવાલો અનુસાર સલમાન ખાન લગભગ 60 દિવસોથી આઇસોલેશનમાં રહીને માતા-પિતાને મળવા માટે મુંબઈ પહોંચ્યો હતો. ગઈરાત્રે અભિનેતાએ તેના માતાપિતાની તબિયતના સાર-સંભાળ લીધા હતા અને થોડા કલાકોમાં તે પનવેલ ફાર્મહાઉસમાં પાછો ફર્યો હતો.
25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારથી સુપરસ્ટાર તેના ફાર્મહાઉસમાં 20 અન્ય લોકોની સાથે હતો. ત્યારથી, અભિનેતા વીડિઓ કૉલ્સ દ્વારા તેના પિતા સાથે સતત જોડાયેલો હતો. ગૃહમંત્રાલયે લોકડાઉન સમયગાળો વધારીને 31 મે કર્યો હતો, ત્યારબાદ અભિનેતા જરૂરી મંજૂરીઓ મેળવીને સામાજિક અંતરનું પાલન કરીને મુંબઇ પહોંચ્યો હતો.
અહેવાલો અનુસાર 54 વર્ષીય અભિનેતા બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફક્ત થોડા કલાકો માટે રહ્યો હતો અને રાત પૂરી થાય તે પહેલાં પનવેલ પરત આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સલમાનને તેના પિતાની તબિયતની ચિંતા હતી, તેથી તે પોતે જોવા માંગતો હતો કે તેમની તબિયત બરાબર છે કે નહીં.