મુંબઇ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આ દિવસોમાં પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં દિવસો પસાર કરી રહ્યો છે. જેના ફોટો અને વીડિયો શેર કરતો રહેતો હોય છે, ત્યારે ફરી એક વખત સલમાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ટ્રેકટર ચલાવતો અને ખેતર ખેડતો જોવા મળી રહ્યો છે. આ પહેલાં પણ તે ખેતરમાં કામ કરતો જોવા મળ્યો હતો.
સલમાનનો આ વીડિયો ભારે વરસાદમાં શૂટ કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'ફાર્મિંગ'. હાફ પેન્ટ પહેરીને એકદમ સિમ્પલ લુકમાં જોવા મળતો સલમાન ખેતી કરતો જોવા મળ્યો છે. ચાહકો તેનાથી આક્રષિત થયાં છે. આ વીડિયો પર સલમાનને જબરદસ્ત પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થઈ રહ્યો છે.