મુંબઈઃ રૂપેરી પડદે ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના પાત્રને જીવંત કરનારા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલીવૂડ શોકમય બન્યું છે. તો બીજી તરફ તેના ચાહકોમાં બોલીવૂડમાં ચાલી રહેલા નેપોઝિટિમને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી સલમાન ખાને ટ્વીટ કરીને સુશાંત સિંહના ચાહકોને શાંત રહેવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે, સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી. જેથી તેને લઈને અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યાં છે. લોકો બોલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમ પર સવાલ ઉઠાવી રહ્યાં છે, ત્યારે સલમાન ખાને લોકોને શાંત રહેવાની અપીલ કરી છે.
સલમાન ખાને ટ્વીટર પર સુશાંતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, હું સુશાંતના ફેન્સને આપીલ કરું છું કે, તેઓ સુશાંત માટે ન્યાય મેળવવાની રાહે અયોગ્ય ભાષાનો ઉપયોગ ન કરે, અને આ મુશ્કેલીના સમયમાં સુશાંતના પરિવારનો સહારો બને.
ઉલ્લેખનીય છે કે, સુશાંત બૉલિવૂડમાં ખૂબ લોકપ્રિય એક્ટર હતો. જેણે પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટર તરીકે કરી હતી. તેણે સૌથી પહેલાં 'કિસ દેશ મેં હે મેરા દિલ' નામની સિરિયલમાં કામ કર્યું હતું.
આ ઉપરાંત એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાંથી તેને ઓળખ મળી હતી. ત્યારબાદ તે શુદ્ધ દેસી સોમાન્સમાં વાણી કપૂર અને પરિણીતિ તોપડા સાથે દેખાયો હતો. જોકે, તેણે સૌથી વધુ પ્રશંસા એમ.એસ.ધોનીની ભૂમિકા નિભાવીને મેળવી હતી. આ સુશાંતની એવી પ્રથમ ફિલ્મ હતી, જેમાં તેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું.