ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'દબંગ-3': ટાઇટલ ટ્રેક 'હુડ હુડ દબંગ'માં મોંમાંથી આગ કાઢી સલમાન થયો ટ્રોલ - salman-gets-trolled-for-spitting-fire-from-mouth

મુંબઇ: સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'દબંગ-3'નો ટાઇટલ ટ્રેક 'હુડ હુડ દબંગ' હાલમાં જ સોશિયલ મીડિયા પર રીલિઝ થયું છે. જેમાં સલમાન પોતાના મોંમાંથી આગ કાઢી પોતાની દબંગાઇ બતાડી રહ્યો છે.

'દબંગ-3'ના ટાઇટલ ટ્રેક 'હુડ હુડ દબંગ'માં મોંમાંથી આગ કાઢી સલમાન થયો ટ્રોલ

By

Published : Nov 17, 2019, 2:05 PM IST

બોલિવુડ અભિનેતા સલમાન ખાને પોતાના દબંગ અવતારનો પરિચય આપતા આ ગીતમાં ગ્રાફિક્સની મદદથી મોંમાંથી આગ ફેંકી છે. પરંતુ તેની આ અદા નેટિઝન્સ દ્વારા ટ્રોલ પણ થઇ છે.

અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતનો વીડિયો શેર કરતા લખ્યું, "હુડ હુડ પહેલા સંભળાવ્યું, હવે બતાડી પણ રહ્યો છું. વિશ્વાસ છે કે તમને સૌને ગમશે."

આ વીડિયોને પગલે સોશિયલ મીડિયા પર જાણે મીમ્સનો રાફડો ફાટ્યો છે. એક યુઝરે લખ્યું, "કોણ કહે છે હવે ડાયનોસોર નથી રહ્યા." તો બીજા યુઝરે લખ્યું, "આ ગીતથી વધારે ખરાબ મેં બીજું કઈ જોયું નથી સલમાનના મોમાં આગ છે તે ખુબ વાહિયાત લાગે છે. તમે ફિલ્મો તો ગુમાવી જ રહ્યા છો હવે આબરૂ ન ગુમાવો."

આ ફિલ્મમાં આવતા મહિનાની 20 તારીખે રિલીઝ થશે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details