- બોલીવુડ સ્ટારે કેટરીના વિકીને શુભેચ્છાઓ આપી
- સલમાન અને રણબીર નથી આપી લગ્નની શુભેચ્છા
- સલમાન ખાન લગ્નના દિવસે ફિલ્મ ટૂર પર રવાના
હૈદરાબાદ: કેટરિના કૈફ અને વિકી કૌશલને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી લગ્નની શુભેચ્છાઓ(Congratulations Katrina and Vicky) મળી રહી છે. ત્યારે સલમાન ખાન અને રણબીર કપૂર સિવાય બોલિવૂડમાં એવો કોઈ સ્ટાર બચ્યો નથી જેણે કેટરિના-વિકીને અભિનંદનઆપ્યા ન હોય. સલમાન અને રણબીર સાથે કેટરીનાનું નામ ઘણી વખત ચર્ચામાં આવી ચુક્યું છે.
કેટરિના કૈફ અને વિકી કૌશલે ગઈકાલે રાત્રે તેમના લગ્નની તસ્વીરો શેર કરી હતી. કેટરિના-વિકીના લગ્નની વાત સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચાહકો સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે નવપરિણીત યુગલને તેમના લગ્ન માટે શુભેચ્છાઓ(wedding congratulations katrina vicky) પાઠવી હતી.
વિકી કેટરીનાને કોણે કોણે આપ્યા અભિનંદન
હૃતિક રોશન, કરીના કપૂર ખાન, ફરહાન અખ્તર, કરિશ્મા કપૂર, પ્રિયંકા ચોપરા, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સ્વેતા બચ્ચન, સોનમ કપૂર, આલિયા ભટ્ટ, નેહા ધૂપિયા, અંગદ બેદી, સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ, ઝોયા અખ્તર અને આ કપલને લગ્ન માટે અભિનંદન(bollywood wedding congratulations katrina vicky) પાઠવ્યા છે