ગુજરાત

gujarat

ETV Bharat / sitara

SAG Awards 2022: સ્ક્વિડ ગેમએ તોડ્યો રેકોર્ડ, સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડની જાણો સંપૂર્ણ યાદી - સુપરહિટ કોરિયન સર્વાઇવલ ડ્રામા

અભિનેતા વિલ સ્મિથ, જેસિકા ચેસ્ટેન અને ફિલ્મ CODAએ આ વર્ષે સાન્ટા મોનિકા બાર્કર હેંગર ખાતે આયોજિત 28માં વાર્ષિક સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં (SAG Awards 2022) સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કર્યું છે. આ દરમિયાન કોરિયન હિટ સ્ક્વિડ ગેમે (Hit Game Squid) ગિલ્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ બિન-અંગ્રેજી શો તરીકે એન્સેમ્બલ કેટેગરીમાં તેના નામાંકન સાથે ઇતિહાસ રચ્યો હતો.

SAG Awards 2022: સ્ક્વિડ ગેમ તોડ્યો રેકોર્ડ, સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડની જાણો સંપૂર્ણ યાદી
SAG Awards 2022: સ્ક્વિડ ગેમ તોડ્યો રેકોર્ડ, સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડની જાણો સંપૂર્ણ યાદી

By

Published : Feb 28, 2022, 12:49 PM IST

લોસ એન્જલસ: સ્ક્વિડ ગેમ (Hit Game Squid) સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ 2022 (SAG Awards 2022) માં સુપરહિટ કોરિયન સર્વાઇવલ ડ્રામાએ (Superhit Korean survival Drama) રવિવારની રાત્રે સ્ટંટ એન્સેમ્બલ તરીકે સર્વશ્રેષ્ઠ એક્શન, પર્ફોર્મન્સ સહિત ત્રણ ટોચના સન્માન મેળવ્યા છે. આ સાથે તેને એક ઇતિહાસ રચ્યો છે. હોલીવુડ સ્ક્રીન લેજેન્ડ હેલેન મિરેનને 2022 સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં લાઇફ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેને આ સન્માન તમામ કલાકારોને સમર્પિત કર્યું છે.

વિલ સ્મિથે શ્રેષ્ઠ પુરૂષનો પ્રથમ SAG એવોર્ડ મેળવ્યો છે. હોલીવુડ અહેવાલ મુજબ, કિંગ રિચર્ડમાં તેના અભિનય માટે એવોર્ડ મેળવતી વખતે અભિનેતા ઇમોશનલ થઈ ગયો હતો.

આ પણ વાંચો:Deepika padukone Brest Implant: દીપિકા પાદુકોણે તેના શરીરના આ પાર્ટ વિશે કર્યો ખુલાસો

અહીં, SAG એવોર્ડ્સ 2022ના વિજેતાઓની સંપૂર્ણ સૂચિ છે.

  • મોશન પિક્ચરમાં કાસ્ટ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન: CODA — યુજેનિયો ડર્બેઝ, ડેનિયલ ડ્યુરાન્ટ, એમિલિયા જોન્સ, ટ્રોય કોત્સુર, માર્લી મેટલિન, ફર્ડિયા વોલ્શ-પીલો
  • બેસ્ટ ફિમેલ એક્ટર: જેસિકા ચેસ્ટિન (ધ આઇ ઓફ ટેમી ફેય)
  • લીડ રોલમાં બેસ્ટ એક્ટર: વિલ સ્મિથ (કિંગ રિચાર્ડ)
  • બેસ્ટ ફિમેલ સપોર્ટીંગ રોલ, એરિયાના ડીબોઝ (વેસ્ટ સાઇડ સ્ટોરી)
  • બેસ્ટ મેલ સપોર્ટીંગ રોલ: ટ્રોય કોત્સુર (CODA)
  • મોશન પિક્ચરમાં સ્ટંટ એન્સેમ્બલ દ્વારા ઉત્કૃષ્ટ એક્શન પર્ફોર્મન્સ: નો ટાઇમ નો ડાઇ
  • લાઇફ અચિવમેન્ટ એવોર્ડ: હેલેન મિરેન

ટીવી કેટેગરી

  • ડ્રામા સિરીઝમાં એન્સેમ્બલ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન : સકસેશન
  • ડ્રામા શ્રેણીમાં પ્રદર્શન કરનાર બેસ્ટ મેલ એક્ટર : લી જંગ-જે (સ્ક્વિડ ગેમ)
  • ડ્રામા શ્રેણીમાં બેસ્ટ પર્ફોમ કરનાર ફિમેલ અભિનેત્રી: જંગ હો-યેઓન (સ્ક્વિડ ગેમ)
  • કોમેડી શ્રેણીમાં એન્સેમ્બલ બેસ્ટ પર્ફોમ કરનાર, ટેડ લાસો — એનેટ બેડલેન્ડ, કોલા બોકિન્ની, ફિલ ડંસ્ટર, ક્રિસ્ટો ફર્નાન્ડીઝ, બ્રેટ ગોલ્ડસ્ટીન, બ્રેન્ડન હંટ, તોહીબ જીમોહ, નિક મોહમ્મદ, સારાહ નાઇલ્સ, જેસન સુડેકિસ, જેરેમી સ્વિફ્ટ, જુનો ટેમ્પલ, વાડિંગહામ
  • કોમેડી શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બેસ્ટ મેલ : જેસન સુડેકિસ (ટેડ લાસો)
  • કોમેડી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બેસ્ટ ફિમેલ: જીન સ્માર્ટ (હેક્સ)
  • ટેલવિઝન મૂવી અથવા લિમિટેડ સિરીઝમાં બેસ્ટ મેલ પર્ફોમ કરનાર: માઈકલ કીટોન (ડોપેસિક)
  • ટેલવિઝન મૂવી અથવા લિમિટેડ સિરીઝમાં બેસ્ટ ફિમેલ પર્ફોમ કરનાર: કેટ વિન્સલેટ (મેર ઓફ ઇસ્ટટાઉનની)
  • કોમેડી અથવા ડ્રામા સિરીઝ: સ્ક્વિડ ગેમમાં સ્ટંટ એન્સેમ્બલ દ્વારા ઉત્કૃષ્ટ એક્શન પર્ફોર્મન્સ

SAG એવોર્ડ્સ એ સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઑફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ (SAG-AFTRA) દ્વારા ફિલ્મ અને પ્રાઇમ ટાઇમ ટેલિવિઝનમાં બેસ્ટ પર્ફોમને માન્યતા આપવા માટે આપવામાં આવતા સન્માન છે.

આ પણ વાંચો:મોડ્લ સિધિકા શર્માની આ હોટ તસવીરો જાયો વગર રહી જ નહી શકો..

ABOUT THE AUTHOR

...view details