ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ચેહરે ફિલ્મના પ્રમોશનમાંથી રિયા ચક્રવર્તી ગાયબ - આનંદ પંડિત

બોલીવુડની ફિલ્મ ચેહરે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી પહેલી વાર એક સાથે દેખાશે. જોકે, આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે, પરંતુ હાલમાં કોઈ પણ જગ્યાએ ફિલ્મના પ્રમોશનમાં રિયા ચક્રવર્તી દેખાતી નથી. એટલે લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિતે કહ્યું હતું કે, રિયા ચક્રવર્તીને પ્રમોશનમાં જોડીને તેની મુશ્કેલી વધારવા નહતા માગતા, પરંતુ જ્યારે તે માની ગઈ ત્યારે અમે તેના નામ અને ફિલ્મના તેના દ્રશ્યોનો પ્રચાર શરૂ કરી દીધો.

ચેહરે ફિલ્મના પ્રમોશનમાંથી રિયા ચક્રવર્તી ગાયબ
ચેહરે ફિલ્મના પ્રમોશનમાંથી રિયા ચક્રવર્તી ગાયબ

By

Published : Mar 22, 2021, 8:34 AM IST

  • અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી પહેલી વખત એકસાથે
  • ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે, પરંતુ ક્યાંય તેનું નામ નથી દેખાતું
  • રિયાને મુશ્કેલીથી બચાવવા પ્રમોશનમાં સામેલ ન કરીઃ પ્રોડ્યુસર

આ પણ વાંચોઃમાલદીવમાં અન્ડરવોટર સ્વિમિંગની મજા માણી રહી છે શ્રદ્ધા કપૂર

મુંબઈઃ બોલીવુડની ફિલ્મ ચેહરે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી પહેલી વાર એક સાથે દેખાશે. જોકે, આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ છે, પરંતુ હાલમાં કોઈ પણ જગ્યાએ ફિલ્મના પ્રમોશનમાં રિયા ચક્રવર્તી દેખાતી નથી. એટલે લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિતે કહ્યું હતું કે, રિયા ચક્રવર્તીને પ્રમોશનમાં જોડીને તેની મુશ્કેલી વધારવા નહતા માગતા, પરંતુ જ્યારે તે માની ગઈ ત્યારે અમે તેના નામ અને ફિલ્મના તેના દ્રશ્યોનો પ્રચાર શરૂ કરી દીધો.

આ પણ વાંચોઃ42માં જન્મદિને રાણી મુખર્જીએ આગામી ફિલ્મ "મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે"નું અનાઉન્સમેન્ટ કર્યુ

ફિલ્મના અન્ય કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર રિયાનું નામ ટેગ નહતું કર્યું

આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મ રિલિઝ થવાની હતી. આ ફિલ્મ અંગે પ્રમોશનલ ઈવેન્ટમાં ચક્રવર્તીનું નામ સામેલ ન હતું. ફિલ્મના અન્ય કલાકારોએ પણ સોશિયલ મીડિયા પર રિયાનું નામ ટેગ નહતું કર્યું. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રિયા ચક્રવર્તી ત્યારથી વિવાદોમાં જોવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details