મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસ અને ડ્રગ્સ મામલે ફસાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને વધુ 14 દિવસ જેલમાં રહેવું પડશે. કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી દીધી છે.
સુશાંત સિંહ કેસઃ રિયા અને તેના ભાઈ શૌવિકની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી લંબાવાઈ
સુશાંત સિંહ રાજપૂત કેસ અને ડ્રગ્સ મામલે ફસાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને વધુ 14 દિવસ જેલમાં રહેવું પડશે. કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી દીધી છે.
વિશેષ એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી અને અન્ય આરોપીની ન્યાયિક કસ્ટડીમાં 20 ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે. જોકે આજે રિયા ચક્રવર્તી, શૌવિક, સેમ્યુઅલ મીરાન્ડા અને શિથિજ પ્રસાદ સહિત 16 અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થતી હતી.
8 સપ્ટેમ્બરના રોજ NCBએ 28 વર્ષીય રિયાની ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એનસીબી દ્વારા ધરપકડ કરાયેલા 20 લોકોમાં રિયા અને શૌવિક પણ સામેલ છે. એનસીબી સુશાંતના મોતના કેસથી સંબંધિત ડ્રગ્સ એંગલની તપાસ કરી રહી છે. જેમાં બૉલિવૂડની અનેક અભિનેત્રીના નામ સામે આવ્યાં છે.