મુંબઇઃ દુનિયાભરમાં પોતાના ચાહકો અને પ્રશંસકોની આંખોની ભીની કરીને ફિલ્મ જગતના શાનદાર કલાકાર ઋષિ કપૂર હવે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ દિલમાં ઉતરી જનારી તેમની એક્ટિંગ અને તેના રૉમેન્ટિક ગીતો હંમેશા આપણી વચ્ચે રહેશે. ઇટીવી ભારતની સાથે આવો એક નજર કરીએ તેના રૉમેન્ટિક ગીતો પર...
'હમ તુમ એક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાયે' ઋષિજીની ફિલ્મ 'બૉબી'નું આ ગીત જ્યારે પણ કાનમાં પડે છે, ત્યારે તેનો શરારતી મિજાજ અને રૉમેન્ટિક અંદાજ આપણી સામે આવી જાય છે. એક અભિનેતા તરીકે બૉબી ઋષિની પહેલી ફિલ્મ હતી. પરંતુ આ ગીતને જોઇને એ અંદાજ લગાડવો ખૂબ જ મુશ્કેલ છે. ફિલ્મ વર્ષ 1973માં રિલીઝ થઇ હતી. જેમાં ઋષિ કપૂરની સાથે ડિમ્પલ કાપડિયા જોવા મળી હતી. આ ફિલ્મ માટે ઋષિને ફિલ્મ ફેર બેસ્ટ એક્ટર ઍવોર્ડ પણ મળ્યો હતો.
'અમર અકબર એન્થની'નું ગીત 'પરદા હૈ પરદા' ખૂબ જ શાનદાર અને બધાને ખૂબ જ પસંદ પડ્યું હતું. રફી સાહેબની અવાજથી સજેલા આ ગીતમાં ઋષિ કપૂરની અદાકારાથી તમામ ઘાયલ થયા હતા. સ્ટેજ પર બેસીને જબરદસ્ત અંદાજમાં કવ્વાલી ગાતા ઋષિ કપૂરે સૌના મનમાં જાદુ કર્યો હતો.
વર્ષ 1979માં આવેલી ઋષિ કપૂરની ફિલ્મ 'સરગમ'નું ગીત 'ડફલી વાલે' ખૂબ જ ફેમસ થયું હતું. આ ગીતમાં એક્ટર ડફલી વગાડતા જોવા મળ્યા હતા અને અભિનેત્રી જયા પ્રદા થિરકતી જોવા મળી હતી. આ ગીત વર્ષ 1980માં બિનાકા ગીતમાલાના વાર્ષિક લિસ્ટમાં નંબર 1 પર રહ્યું હતું અને આવતા 25 અઠવાડિયા સુધી તે પહેલા નંબર પર કાયમ રહ્યું હતું.