મુંબઈઃ વેટરન સ્ટાર ઋષિ કપુરના નિધનને હજી એક સપ્તાહ પણ નથી થયુંં, ત્યારે તેમની પુત્રી રિદ્ધિમાને તેમની ખુબ યાદ સતાવી રહી છે. રિદ્ધિમાં કપુરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક થ્રોબેક ફોટો શેર કર્યો છે, જેમાં તેનો સમગ્ર પરિવાર એક સાથે જોવા મળી રહ્યો છે.
પિતા ઋષિ કપુરને યાદ કરી રિદ્ધિમાંએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી કરી શેર - રિદ્ધિમાં કપુર
પિતા ઋષિ કપુરને યાદ કરી પુત્રી રિદ્ધિમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કર્યો છે. જેમાં તે પપ્પા ઋષિ કપુર, માતા નીતુ અને ભાઈ રણબીર કપૂર સાથે જોવા મળે છે.
રિદ્ધિામાંએ શેર કરેલા ફોટોમાં પિતા ઋષિ કપૂર અને માતા નીતુ વ્હાઈટ ટિ-શર્ટ અને બ્લુ જીન્સમાં સજ્જ છે અને બંને સાથે ખુબ જ સરસ લાગી રહ્યાં છે. આ સાથે જ નીતુના ખોળામાં નાનો રણબીર કપુર અને રિદ્ધિમાં બાજુમાં ઉભી રહેલી અને હસતી જોવા મળે છે.
આપણી જણાવી દઈએ કે જ્યારે ઋષિ કપુરનું નિધન થયું ત્યારે રિદ્ધિમાં દિલ્હમાં હતી. બાદમાં આ અંગે જાણ થતા દિલ્હી પોલીસે તેમણે પ્લેનથી નહી પણ બાઈ રોડ મુંબઈ જવાની પરવાનગી આપી હતી. રિદ્ધિમાં પોતની પુત્રી સમારા સાથે મુંબઈ પહોંચી હતી અને પિતાના અંતિમ દર્શન કરી તેની અંતિમ વિધિમાં સામેલ થઈ શકી હતી.