ગુજરાત

gujarat

By

Published : Aug 26, 2020, 5:08 PM IST

ETV Bharat / sitara

સુશાંત કેસમાં રિયાના વકીલે કહ્યું કે, રિયા કોઈપણ ટેસ્ટ માટે તૈયાર

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીના વકીલ સતિશ મનશિંદેએ એક નિવેદનમાં કહ્યું હતું કે, રિયાએ ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી અને તે કોઈપણ ટેસ્ટ માટે તૈયાર છે. કેટલીક મીડિયા ચેનલોએ દાવો કર્યો હતો કે, તેમની ચેટમાં ડ્રગ્સ એંગલ બતાવવામાં આવ્યો હતો. જેના પછી સતિશનું નિવેદન સામે આવ્યું છે.

સુશાંત કેસમાં રિયાના વકીલે કહ્યું કે, રિયા કોઈપણ ટેસ્ટ માટે તૈયાર છે
સુશાંત કેસમાં રિયાના વકીલે કહ્યું કે, રિયા કોઈપણ ટેસ્ટ માટે તૈયાર છે

મુંબઈ: અભિનેતા સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયાએ ક્યારેય ડ્રગનું સેવન કર્યું નથી અને તે કોઈપણ ટેસ્ટ માટે તૈયાર છે. મીડિયામાં રિયા દ્વારા ચેટમાં ડ્રગ્સના ઉપયોગની વાત બહાર આવ્યા બાદ મંગળવારના રોજ રિયા ચક્રવર્તીના વકીલ સતિશ મનશિંદેએ તેના નિવેદનમાં કહ્યું હતું.

વકીલ સતીશ મનશિંદેએ એક નિવેદનમાં કહ્યું, "રિયાએ તેના જીવનમાં ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી. તે કોઈપણ સમયે રક્ત પરીક્ષણ માટે તૈયાર છે." એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કિસ્સામાં ડ્રગ્સના એંગલની તપાસ કરવામાં તેના માર્ગદર્શન માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને કહ્યું હતું.

સૂત્ર દ્વારા બહાર આવ્યું છે કે, એજન્સી સુશાંતના કેસમાં કોઈ ડ્રગ સિન્ડિકેટ એંગલ પણ સામેલ છે કે કેમ તે શોધવા માગતી હતી.

ઉલ્લેખનીય છે કે, ઇડીએ બિહારમાં સુશાંતના પિતા કે.કે.સિંઘ દ્વારા નોંધાવેલી FIRને આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એજન્સીએ આ અંગે સુશાંતના પિતા, તેની બહેન પ્રિયંકા સિંહ અને મિતુ સિંહના નિવેદનો પણ રેકોર્ડ કર્યા છે.

રિયા, તેના ભાઇ શોવિક, પિતા ઇન્દ્રજિત, સુશાંતના ભૂતપૂર્વ મેનેજર શ્રુતિ મોદી, ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની, ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધર, રિયાના સીએ રિતેશ શાહ સહિતનાના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.

આ દરમિયાન, કેસની તપાસ માટે મુંબઇ ગયેલી CBI ની એસઆઈટી ટીમે સુશાંતના અંગત કર્મચારી નીરજ સિંહ, તેના સીએ શ્રીધર અને એકાઉન્ટન્ટ રજત મેવાતીની પૂછપરછ ચાલુ રાખી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીબીઆઈની આ ટીમે આ મામલામાં મુંબઇ પોલીસના બે લોકોને પણ સમન્સ પાઠવ્યા છે.

સીબીઆઈની ટીમે બે વાર સુશાંતના ફ્લેટ, વોટરસ્ટોન રિસોર્ટ અને કૂપર હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details