મુબંઈઃ સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા મામલે FIR થયા બાદ રિયા ચક્રવર્તીએ પહેલી વાર વીડિયો જાહેર કરી પ્રતિક્રિયા આપી છે. રિયાએ કહ્યું કે, મને મળશે તેવી આશા છે. અભિનેત્રીએ જણાવ્યું કે, હાલ આ કેસ કોર્ટમાં છે. એટલે આ વિશે કશું બોલવું યોગ્ય નથી, પરંતુ સત્ય સામે આવશે. વીડિયોના અંતમાં તેને હાથ જોડીને સત્યમેવ જયતે કહ્યું હતું.
રિયા ચક્રવર્તીએ સુશાંત આત્મહત્યા મામલે મૌન તોડતા કહ્યું- સત્ય સામે આવશે, સત્યમેવ જયતે - સુપ્રીમ કોર્ટ
સુશાંત સિંહ આત્મહત્યા કેસ FIR થયા બાદ રિયા ચક્રવર્તીએ પહેલી વાર વીડિયો જાહેર કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. રિયાએ કહ્યું કે, મને ન્યાય મળવાની આશા છે.
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતાએ બિહારમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ નોંધાયા બાદ રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રિયાએ આ કેસ મુંબઈ સ્થાનાંતરિત કરવા માટે અપીલ કરી છે.
આ પહેલા શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે 15 કરોડ રૂપિયાના ટ્રાંજેક્શન પર મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહાર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ઇડીએ ગુરુવારે બિહાર પોલીસ દ્વારા રિયા સામે નોંધાવેલી FIRની નકલ અને સુશાંત સિંહ રાજપૂત અને રિયાના પરિવારની માલિકીની બે કંપનીઓની વિગતો બેંકો પાસેથી માગી છે.