ગુજરાત

gujarat

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ નકાર્યો

By

Published : Nov 8, 2019, 3:01 PM IST

Updated : Nov 8, 2019, 3:16 PM IST

મુંબઈઃ વર્ષ 2016માં એક સ્થાનિક અદાલત દ્રારા છેતરપિંડી અને જબરદસ્તી ઉઘરાણીનાં કેસમાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝા વિરૂધ્ધ બીન-જામીન પાત્ર વોરંટ જાહેર કરાયું હતું. રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ નકાર્યો હતો. ફિલ્મમેકર અને નેશનલ ઍવોર્ડ વિનર કોરિયોગ્રાફર રેમો ડિસોઝા બીન-જામીન પાત્ર વોરંટમાં રાહત મેળવવા અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તેને પોતાના પર લગાવવામાં આવેલા છેતરપિંડીનો આરોપ ખોટો છે તેવું જણાવ્યું હતું.

remo d'souza claims cheating case against him is false

છેતરપિંડી અને જબરજસ્તી ઉઘરાણીનાં કેસમાં રેમો ડિસોઝા વિરૂધ્ધ બીન-જામીન પાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. રેમો ડિસોઝા બીન-જામીન પાત્ર વોરંટથી રાહત મેળવવા અલાહાબાદ હાઈકોર્ટમાં પહોચ્યો હતો.

23 સપ્ટેમ્બર 2016માં કરાયેલા કેસ બાબતે રેમોએ કહ્યું કે, 'મારા અને મારા વકીલ પર એક ખોટો કેસ ચાલી રહ્યો છે. જે કાયદાકીય કાર્યવાહી હેઠળ છે. જે મારો વકીલ લડી રહ્યો છે. હાલ હું એ કેસ બાબતે વધુ વાત કરી શકું તેમ નથી, ફક્ત એટલું કહીશ કે, હું નિર્દોષ છું અને મારા પર લગાવેલા આરોપ તદ્દન ખોટા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, સતેન્દ્ર ત્યાગી નામના એક શખ્સે રેમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ રેમોએ સતેન્દ્ર ત્યાગી પાસેથી પાછા આપવાની શરતે 5 કરોડ રૂપિયા ફિલ્મ બનાવવા માટે લીધા હતા. જે પૈસા તેને પાછા આપ્યા નથી. સાથે સાથે રેમોએ માફિયા પાસે ફોન કરાવી 1 કરોડની ખંડણી પણ માગી હતી.

Last Updated : Nov 8, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details