ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રેખા અને સ્વ. શ્રી દેવીને ANR નેશનલ એવોર્ડથી સન્માનિત કરાશે - ANR એવોર્ડ

હૈદરાબાદ: ANR એવોર્ડની શરૂઆત અક્કીનેની ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ડો.અક્કીનેની નાગેશવર રાવ દ્વારા સિનેમામાં આપેલા યોગદાન માટે સમ્માનમાં કરવામાં આવે છે.

રેખા અને સ્વ.શ્રીદેવીને કરવામાં આવશે ANR નેશનલ એવોર્ડથી સમ્માનિત

By

Published : Nov 14, 2019, 3:21 PM IST

ANR નેશનલ એવોર્ડ દર વર્ષે મહત્વપૂર્ણ તથા ખાસ ફિલ્મ તથા મીડિયા પર્સનાલિટીસને તેમની લાઇફટાઇમ અચિવમેન્ટ તથા ઇન્ડિયન સિનેમામાં યોગદાન માટે આપવામાં આવે છે.

આ એવોર્ડની શરૂઆતમાં પ્રથમ અવોર્ડ હિન્દી સિનેમાના ચાર્મિંગ અભિનેતા દેવાનંદજીને આપવામાં આવ્યો હતો.

રેખા તથા સ્વ.શ્રી દેવી ઇન્ડિયન સિનેમાના તે સિતારાઓ છે. જેમણે સિનેમાને ભરપૂર્ણ ટેલેન્ટથી સમ્માન આપ્યું છે. બન્ને અભિનેત્રીઓને વર્ષ 2018 તથા 2019 માટે ANR નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

આ સમ્માનનો સ્વીકાર સ્વ.શ્રી દેવીના પતિ બોની કપૂર કરશે. આ એવોર્ડની સેરેમની હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટૂડિયોઝમાં અક્કીનેની ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત કરવામાં આવશે. આ સમ્માન તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવી રજૂ કરશે.

ABOUT THE AUTHOR

...view details