મુંબઈ:કોમેડિયન મુનાવર ફારુકી કંગના રનૌતના આગામી રિયાલિટી શો લોક અપ (Reality Show Lock Up) માં ભાગ લેવા જઇ રહ્યાં છે. આજે મંગળવારે શોના નિર્માતાઓએ શોમાં મુનવરની ભાગીદારીનો ખુલાસો કરતો એક વીડિયો જાહેર કર્યો હતો.
શોના નિર્માતાઓએ લખ્યું..
વીડિયો શેર કરી શોના નિર્માતાઓએ લખ્યું, "શો હુયે હૈં ઉનકે રદ, ક્યા ચલેંગે લોક અપ મેં ઉનકે પ્લાન્સ? #LockUpp 27મી ફેબ્રુઆરીથી સ્ટ્રીમિંગ, લાઈવ ફ્રી." મુનાવર વિશે વાત કરીએ તો, 2021માં, તેને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના કેસમાં ઇન્દોર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન મુનાવર લગભગ એક મહિના સુધી જેલમાં રહ્યો હતો.
જાણો શોના ટવિસ્ટ વિશે
શોમાં ટ્વિસ્ટ એ છે કે, 16 વિવાદાસ્પદ હસ્તીઓને (Reality Show Lock Up contenstant) મહિનાઓ સુધી એક સાથે લોક અપમાં કેદ કરવામાં આવશે. સાથે જ તેમની તમામ સવલતો અને સુવિધા છીનવી લેવામાં આવશે. કંગના અલ્ટ બાલાજીના શોને હોસ્ટ કરતી જોવા મળશે.
આ પણ વાંચો:Film Radhe Shyam: ફિલ્મ 'રાધે શ્યામ'માં બિગ-બીની એન્ટ્રી
નિશા રાવલ વાડ આ શોમાં પ્રથમ સ્પર્ધક
અગાઉ અહેવાલ મુજબ, નિશા રાવલ વાડને આ શોમાં પ્રથમ સ્પર્ધક તરીકે ઘોષણા કરવામાં આવી હતી. નિશા મૈં લક્ષ્મી તેરે આંગન કી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવા ટીવી શોમાં તેને કામ કર્યું છે. નિશાએ કરણ મહેરા સાથે લગ્ન કર્યા હતા. આ બાદ તે 2021માં તેને ડિવોર્સ લઇ લીધા હતાં. આ વિશે તે ખુલાસો કરે છે કે, કરણ મહેરા ભાવનાત્મક અને શારીરિક શોષણ સાથે તેણે મારા પર બેવફાઈનો આરોપ પણ લગાવ્યો હતો. વધુમાં જણાવે છે કે, કરણ મહેરા વિરુધ્ધ તેને FIR પણ નોંધાવી હતી. આ સંજોગોમાં નિશાની એન્ટ્રી ચોક્કસપણે તેને રસપ્રદ બનાવશે.
આ પણ વાંચો:Raj Kundra pornography case Update: રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસને લઇને મળ્યા મોટા સમાચાર