- વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલિફા (Burj Khalifa)ની ટોચ પર વિજ્ઞાપનનું થયું શૂટિંગ
- સંયુક્ત અરબ અમીરાત (UAE)ની એરલાઈન કંપની અમીરાત એરલાઈનનું વિજ્ઞાપન અત્યારે ચર્ચામાં
- UAEની જાહેરાત કરવા માટે બુર્જ ખલિફાની ટોચ પર એરલાઈનની ક્રૂ મેમ્બરની ડ્રેસમાં એક મહિલા નીડર રીતે ઉભી છે
હૈદરાબાદઃ સંયુક્ત અરબ અમીરાત (United Arab Emirates)ની એરલાઈન કંપની અમીરાત એરલાઈન (Emirates Airlines) અત્યારે પોતાના એક વિજ્ઞાપનના કારણે ચર્ચામાં છે. આ અંગે મળતી માહિતી અનુસાર, એરલાઈને વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલિફા (Burj Khalifa, the tallest building in the world)ની ટોચ પર આ વિજ્ઞાપનનું શૂટિંગ કર્યું છે. આ વીડિયોમાં એરલાઈનના ક્રૂ મેમ્બરની ડ્રેસમાં એક મહિલા બુર્જ ખલિફા (Burj Khalifa) બિલ્ડીંગની ટોચ પર નીડર રીતે ઉભી જોવા મળી રહી છે.
આ પણ વાંચો-સિંગર નેહા કક્કડે પતિ અને ભાઈ સાથે 'સાથ ક્યા નિભાઓગે' ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયો વાઈરલ
આ વિજ્ઞાપન જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા
ક્રૂ મેમ્બરની ડ્રેસમાં ઉભેલી મહિલા પોતાના હાથમાં એક-એક કરીને પોસ્ટર દેખાડી રહી છે, જેના પર લખ્યું છે કે,UAEના યુકે એમ્બરની યાદીમાં લઈ જવાથી અમને વિશ્વના ટોપ પર હોવાનો અહેસાસ થયો છે. અમીરાતની ફ્લાઈટમાં બેસો. યોગ્ય પ્રવાસ કરો. આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ 30 સેકન્ડના વિજ્ઞાપન આવ્યા પછી યુઝર્સ પણ ચોંકી ગયા છે. વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા નિકોલ સ્મિથ લુડવિક (Nicole Smith Ludvik) એક પ્રોફેશનલ સ્કાઈડાઇવિંગ ટ્રેનર (Professional skydiving trainer) છે.