ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના 4 માર્ચથી બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'મિશન મજનુ'નું શૂટિંગ શરૂ કરશે - સિદ્ધાર્થ મલ્હોત્રા

તેલુગુ ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાના સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ટોચની અભિનેત્રીમાંથી એક છે. હવે રશ્મિકા મંદાના બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રશ્મિકા આગામી 4 માર્ચથી પોતાની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'મિશન મજનુ'નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં તેમની સાથે ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે.

સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના 4 માર્ચથી બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'મિશન મજનુ'નું શૂટિંગ શરૂ કરશે
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના 4 માર્ચથી બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'મિશન મજનુ'નું શૂટિંગ શરૂ કરશે

By

Published : Mar 2, 2021, 11:57 AM IST

  • મિશન મજનુમાં રશ્મિકા મંદાના અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે
  • તેલુગુ ફિલ્મમાં રશ્મિકા મંદાનાનું ટોપ અભિનેત્રીમાં નામ સામેલ
  • રશ્મિકાએ રેપર બાદશાહ સાથે નવા ટ્રેક 'ટોપ ટકર'માં અભિનય કર્યો હતો

મુંબઈઃ રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે શૂટિંગ કરવા માટે લખનઉ પહોંચશે. આ ફિલ્મ એક જાસૂસ થ્રિલર છે અને આ પહેલી વખત હશે કે કોઈ દક્ષિણ ભારતીય સ્ટારે આવા પ્રકારની ફિલ્મમાં કામ કરશે. રશ્મિકા મંદાનાએ તેલુગુ ફિલ્મ 'ગીતા ગોવિંદમ' અને 'સરિલ્લુ નીકેવરુ' જેવી હિટ રોમેન્ટિક કોમેડી ફિલ્મથી પોતાની ઓળખ ઊભી કરી છે.

બૉલીવૂડમાં પગ જમાવવા રશ્મિકાના પ્રયાસ

હાલમાં જ રશ્મિકાએ રેપર બાદશાહ સાથે એક નવા ટ્રેક 'ટોપ ટકર'માં અભિનય કર્યો હતો. આ તમામની વચ્ચે બૉલીવૂડમાં પોતાની જગ્યા બનાવવા અંગે ગંભીર રશ્મિકાએ હાલમાં જ મુંબઈમાં એક ઘર ખરીદ્યું છે.

ABOUT THE AUTHOR

...view details