ન્યૂઝ ડેસ્ક: યૂક્રેન છેલ્લા પાંચ દિવસથી રશિયાની આગમાં ભળકો (Rashiya ukraine War) થઇ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દ્રઢ નિર્ણય લઇ લીધો છે કે, તે યૂક્રેન પર પોતાનું રાજ જમાવીને જ દમ લેશે, ત્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કીએ પણ પુતિનને ચેલેન્જ આપતા કહી દીધું છે કે, રશિયા ગમે તેટલી તાકાત લગાવે અમે પીછેહઠ નહી કરીએ. આ હિંમત સાથે યૂક્રેનના રાષ્ટ્રપતિ (President Volodymyr Zelensky Lovestory) સેનાની વર્દી પહેરી રશિયાને જડબાતોડ જવાબ આપવા મેદાને ઉતરી ગયાં છે. આ સાથે તેઓ તેના દેશના નેશનલ હીરો બની ગયાં છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ એક કોમેડિયન
આ દરમિયાન યૂક્રેનના રાષ્ટ્રપતિના અંગત જીવન પર વાત કરીએ તો, તે એક કોમેડિયન રહી ચૂક્યાં છે. તેણે ઘણા શોમાં તેના અભિનયથી લોકોનું મનોરંજન કરી તેના દિલોમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વોલોદિમિરના જીવનની સૌથી રોમાંચિત વાત એ છે કે, તેઓ સ્કૂલ ટાઇમથી જ એક છોકરીના પ્રેમમાં પડી ગયા હતા. વોલોદિમિર લગ્ન જીવનમાં પ્રવેશ કરે તે પહેલા તેણે લગભગ 8 વર્ષ સુધી તેને ડેટ કરી હતી. આ બાદ તેને લગ્ન કર્યાં હતા. તો ચલો જાણીએ વોલોદિમિરની રસપ્રદ લવસ્ટોરી...
જાણો કઇ રીતે એક કોમેડિયન પહોંચ્યો રાષ્ટ્રપતિ પદ સુધી
વોલોદીમીર જેલેન્સ્કીનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ સોવિયેત સંઘનુ શહેર ક્રિવી રિહના એક મધ્યમ-વર્ગીય પરિવારમાં થયો હતો. હાલ આ શહેર યૂક્રેનનો ભાગ છે. જેલેન્સ્કીના માતાપિતા યહૂદી હતા. કિવની નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવ્યા બાદ, તેને પોતાની જાતને લોકો પ્રત્યક્ષ એક કોમેડી તરીકે પેશ કરી હતી.
વોલોદીમિર એક કોમેડિયન અને અભિનેતા
યૂક્રેનના રાષ્ટ્રપતિ બનતા પહેલા, જેલેન્સ્કી કોમેડિયન અને અભિનેતા હતા. એવી બાતમી છે કે, કોમેડિયન તરીકેની કારકિર્દીએ તેના જીવનમાં એક નવો વળાંક લાવ્યો હતો, તેની લોકપ્રિયતાના આધારે જ તેઓ દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા હતાં. 44 વર્ષીય જેલેન્સ્કીને રાષ્ટ્રપતિ બનતા પહેલા કોઈ રાજકીય અનુભવ નહોતો. આ સંજોગામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન જેલેન્સ્કીએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ રશિયા સાથેના વિવાદોનો ખાતમો કરશે, આ માટે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો સંપર્ક કરશે.
વોલોદીમિરે પુતિનને આાખા હચમચાવી નાખ્યાં હતા
તમને આ વાત જાણીને થોડુંક અજુકતુ લાગશે કે, જેલેન્સ્કીએ વર્ષ 2018માં પોતાની 2015ની સીરિઝ 'સર્વન્ટ ઓફ પીપલ'ના નામે એક પાર્ટીની રચના કરી હતી. આ પાર્ટીએ આગામી વર્ષ 2019માં, તેણે ન માત્ર તેમની પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ દેશની સૌથી મોટી ચૂંટણીમાં એકતરફી જીત હાંસિલ કરી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આાખા હચમચાવી નાખ્યાં હતા.