રણવીર સિંહએ 2013માં આવેલી ફિલ્મ ગોલિયોં કી રામલીલાના સેટનો એક ફોટો શેર કર્યો છે. જેમાં રણવીર મજેદાર રીતે દિપીકાને સ્ટોક કરતા જોવા મળ્યા હતા. જ્યારે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વાત ઑનસ્ક્રીનની હોય કે પછી ઑફસ્ક્રીનની રણવીર સિંહ અને દિપીકા પાદુકોણની કેમિસ્ટ્રી ઘણા લાંબા સમયથી લોકોના દિલ જીતી રહી છે. ટૂંક સમયમાં જ બંનેના લગ્નની પહેલી વેડિંગ એનિવર્સરી પણ આવવાની છે. બંનેએ એકબીજાને લગભગ 6 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી ગયા વર્ષે લગ્ન કર્યા હતા.
બંનેની લાઈફ જર્ની ખૂબ જ સુંદર અને સરસ રહી છે. આ કપલ ઘણીવાર સોશ્યલ મીડિયા પર તેમના ક્યૂટ ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ રણવીરે રામ-લીલાનો એક ફોટો શેર કર્યો છે. આપને જણાવી દઇએ કે બંને એક્ટર્સની એકસાથે પહેલી ફિલ્મ છે.
ફોટો શેર કરતા રણવીરસિંહે લખ્યું, 'કેપ્શનની જરૂર નથી.'
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો દિપીકા અને રણવીર હવે ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ '83' માં જોવા મળશે. એક તરફ જ્યા રણવીર પૂર્વ કિક્રેટર કપિલ દેવના રોલમાં જોવા મળશે. તો બીજી તરફ કપિલ દેવની પત્ની રોમી દેવીના રોલમાં દીપિકા પાદુકોણ જોવા મળશે.વધુમાં જણાવી દઇએ કે દિપીકા ફિલ્મને કો-પ્રડ્યૂસ પણ કરી રહી છે.