- દીપિકા પાદુકોણે લોન્ચ કરી વેબસાઇટ
- અભિનેતા રણવીર સિંહે શેર કરી ભાવાત્મક પોસ્ટ
- દીપિકા મને મળેલી સૌથી ઉત્તમ વ્યક્તિ: રણવીર
હૈદરાબાદ: અભિનેતા રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણની દરેક સફળતાઓને ઉજવે છે. તે નિ:શંકપણે તેના જીવનનો સૌથી મોટો પ્રશંસક છે. ગુરુવારે દીપિકાએ તેની વેબસાઇટ શરૂ કરવાની જાહેરાત કરતાં રણવીરે તેના માટે એક લાગણીસભર પોસ્ટ લખી સોશીયલ મીડિયા પર શેર કરી હતી.
દીપિકાની વેબસાઇટ પરથી ફેન્સને મળશે તમામ માહિતી
દીપિકાની વેબસાઇટ પરથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ફોટા, બ્રાન્ડ ડીલ્સ, એડ કેમ્પેઇન અને તેની આવનારી ફિલ્મો વિશેની તમામ માહિતી તેના ચાહકોને મળી રહેશે. રણવીરે આ વેબસાઇટ વિશેનો એક વીડિયો શેર કરી કહ્યું કે તે માને છે કે તેની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલા તત્વો તે દીપિકાનું વ્યક્તિત્વ દર્શાવે છે. વેબસાઇટમાં રણવીર, દીપિકાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમના ડિરેક્ટર ફરાહ ખાન, 83ના ડિરેક્ટર કબીર ખાન અને ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના પ્રશંસાપત્રો શામેલ છે.
અમિતાભ સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે
આ દંપતિ હવે એકસાથે 83માં જોવા મળશે. આ દરમિયાન, દીપિકા પાસે ઘણી રસપ્રદ ફિલ્મોના પ્રોજેક્ટ્સ છે. પ્રભાસ સાથેની સાઇ-ફાઇ ફિલ્મથી માંડીને અમિતાભ બચ્ચન સાથેની ધ ઇન્ટર્ન સુધી અભિનેત્રીના હાથમાં અનેક પ્રોજેક્ટ્સ છે.