મુંબઇ: અભિનેતા રણવીર સિંહ તેના બિન્દાસ અંદાજ માટે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. તે પોતાના લુક સાથે અવનવા પ્રયોગો કરતો જોવા મળે છે. તેના આઉટફિટ્સને લઇને ઘણીવાર ટ્રોલ પણ થયો છે પરંતુ અભિનેતાને તેની પરવા નથી.
દિપીકાએ તૈયાર કરી રણવીર સિંહની નવી હેર સ્ટાઈલ, લુક ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર - રણવીર સિંહ ઈન્સ્ટાગ્રામ
રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની નવી હેરસ્ટાઈલ વાળી તસ્વીર શેર કરી છે જે દીપિકા પાદુકોણ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રણવીરે કેપશનમાં તેને ક્રેડિટ પણ આપી છે.
દિપીકાએ તૈયાર કરી રણવીર સિંહની નવી હેર સ્ટાઈલ, લુક ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર
હાલમાં રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી હતી જેમાં તે તેના નવા લુક સાથે જોવા મળી રહ્યો છે. આ નવો લુક તેની પત્ની દીપિકા પાદુકોણ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેને તે ગર્વભેર શ્રેય આપી રહ્યો છે. તેણે કેપશનમાં દીપિકાને ટેગ કરી લખ્યું, "દીપિકા દ્વારા તૈયાર કરાયેલો નવો લુક. શું તમને ગમ્યો?"
રણવીરના ચાહકો તેના આ લુકની ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને તેની તસ્વીર પર કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.