સિંધી પરિવારના બૉલિવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં જ પોતાની પત્ની દીપિકા પાદુકોણના ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "તે એક ખૂબ જ સારી અને સરળ વહુ છે"
વધુમાં જણાવીએ તો મોટે ભાગે આ બંને એક્ટર્સ એક-બીજાના ફોટો પર કમેન્ટ કરતાં જોવા મળે છે. રણવીરે દીપિકાના એક ફોટો પર લખ્યુું કે, 'દિલ ચોરી ગયા તારા આ ડિમ્પલ' તો અન્ય ફોટોમાં રણવીરે કોમેન્ટ કરતાં લખ્યું કે, 'ટાૅટ હર વેલ વોટ ગુડ હૈ, સિંધી બહુ એટલે કે- ખૂબ જ સરળ છે આ સિંધી વહુ'. આ ફોટામાં દીપિકા પાદુકોણે વ્હાઇટ ટૉપ અને સિલ્વર પેન્ટમાં જોવા મળી રહી છે. તે સાથે જ દીપિકાએ સિલ્વર કલરની હિલ્સ પહેરી છે.