- રાણી મુખર્જીએ રવિવારે ઉજવ્યો 42મો જન્મદિવસ
- રાણીએ ડ્રામા ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી કરી હતી કરિયરની શરુઆત
- સત્યધટના પર આધારિત છે રાણી મુખર્જીની આગામી ફિલ્મ
ન્યુઝ ડેસ્ક: રાણી મુખર્જીએ હાલમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો અને તે સાથે જ તેણે પોતાની આગામી ફિલ્મની ઘોષણા પણ કરી છે. પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયો અને એમી એંટરટેનમેંટ અભિનેત્રી રાણી મુખર્જીની આગામી ફિચર ફિલ્મ "મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે" માટે એક સાથે આવ્યા છે. એક માતાની તેના સંતાન માટેની આખા દેશ વિરૂદ્ધની લડત ઉપર આ ફિલ્મ આધારિત છે. જેનું નિર્દેશન 'મેરે પપ્પા કી મારૂતી' ફિલ્મ માટે જાણીતા અશિમાં ચિબ્બર દ્વારા કરવામાં આવ્યું છે.
"મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે" સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મ છે
રવિવારે 42 વર્ષની થયેલી રાણી મુખર્જીએ કહ્યું કે, ફિલ્મની અનાઉન્સમેન્ટે તેનો જન્મદિવસ ખાસ બનાવ્યો છે. "મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે" 25 વર્ષ સુધીની તેની કારકીર્દિની સૌથી નોંધપાત્ર ફિલ્મ છે. તેણે 1996માં આવેલી ડ્રામા ફિલ્મ 'રાજા કી આયેગી બારાત'થી શરૂઆત કરી હતી. તેણે વધુમાં ઉમેર્યુ હતું કે, "મેં મારી કારકિર્દીની શરૂઆત રાજા કી આયેગી બરાતથી કરી હતી, જે એક સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મ હતી, અને મારા 25માં વર્ષમાં યોગાનુયોગે, હું એક એવી ફિલ્મની ઘોષણા કરી રહી છું જેમાં એક સ્ત્રીની સમગ્ર દેશ વિરુદ્ધ લડવાની શક્તિને બિરદાવતી હોય."