હૈદરાબાદ: તેલુગુ સ્ટાર રાણા દગ્ગુબતી અને તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજની સાથે લોકડાઉન દરમિયાન સગાઈ કરી છે અને તેણે સોશિયલ મીડિયા પર સેરેમનીની સુંદર તસવીરો પણ શેર કરી હતી.
દગ્ગુબતીએ તેના ઇન્સ્ટાગ્રામ પર મિહિકા સાથે સમારોહની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું છે કે, 'આ ઓફિશિયલી છે !!'
અભિનેતાની પોસ્ટ પર દંપતીને સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે શ્રુતિ હાસને લખ્યું, 'મુબારકબાદ ...' અને લાલ દિલનું ઇમોજી પોસ્ટ કર્યું.તો બોલિવૂડ અભિનેત્રી ક્રિતીએ પણ અભિનંદન઼ આપ્યા હતા.દિયા મિર્ઝાએ પણ નવા દંપતીને અભિનંદન પાઠવ્યા હતા.
મિહિકાએ પણ ઇંસ્ટાગ્રામ પર તેના જીવનની ખૂબ જ ખાસ વિધિની તસવીરો શેર કરી હતી. આ દંપતી બગીચામાં ચાલતા નજરે પડે છે, બીજામાં, રાણા તેની મંગેતર સાથે ખુરશી પર બેઠા છે.
તેલુગુ સ્ટાર રાણા દગ્ગુબતીએ કરી સગાઇ
રાણા દગ્ગુબતીએ થોડા દિવસો પહેલા તેમના સંબંધની પુષ્ટિ કરતાં આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.