ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રકુલ પ્રીત સિંહે દીવાલ પર ઉધી લટકીને ટી-શર્ટ પહેર્યું, વીડિયો વાયરલ - કહ્યું કે તમે પણ ટ્રાય કરો

અભિનેત્રી રકુલ પ્રીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રીએ દીવાલ પર ઉધું લટકાવેલું ટી-શર્ટ પહેરેલું છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'હું સામાન્ય રીતે કપડાં પહેરીને કંટાળી ગઈ હતી, જેથી આ નવી સ્ટાઇલ ટ્રાય કરી છે, તમે પણ આ ટ્રાઇ કરો. જરૂર ટ્રાઇ કરો.

રકુલ પ્રિતેએ દિવાલ પર ઉધું લટકાવેલું ટી-શર્ટ પહેર્યું, કહ્યું કે તમે પણ ટ્રાય કરો
રકુલ પ્રિતેએ દિવાલ પર ઉધું લટકાવેલું ટી-શર્ટ પહેર્યું, કહ્યું કે તમે પણ ટ્રાય કરો

By

Published : Apr 12, 2020, 8:50 AM IST

મુંબઈ: કોરોના વાઇરસના રોગચાળાને કારણે આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. બોલિવૂડના તમામ સ્ટાર્સ તેમના ઘરે સમય પસાર કરી રહ્યાં છે. આ દરમિયાન અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ બીજા બધાની જેમ ઘરે પણ સમય પસાર કરી રહી છે. આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

રકુલ સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને ફોટા શેર કરતી રહે છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાની યુટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે. જેના વિશે તેણે જણાવ્યું છે કે, તે યુટ્યુબ વીડિયોમાં પણ કમાણી થશેે, તે PM ફેયર્સ ફંડમાં દાન કરશે.

આ દરમિયાન રકુલ પ્રીતે પોતાનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઇ ચુકયા છે. અભિનેત્રીએ દીવાલ પર ઉધું લટકાવેલું ટી-શર્ટ પહેરેલું છે.

આ વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'હું સામાન્ય રીતે કપડાં પહેરીને કંટાળી ગઈ હતી, જેથી આ નવી સ્ટાઇલ ટ્રાય કરી છે, તમે પણ આ ટ્રાઇ કરો. જરૂર ટ્રાઇ કરો. આ વીડિયોમાં કપડાં પહેરવાની નવી રીત જોઈને ઘણા લોકો રકુલના વખાણ પણ કરી રહ્યાં છે. લોકોને આ સ્ટાઇલ ખૂબ ગમી છે.

ABOUT THE AUTHOR

...view details