ફિલ્મના નિર્માતા રજનીશ રામપુરીએ જણાવ્યું કે, ફિલ્મમાં રાજીવ એક એવા વ્યક્તિના પાત્રમાં જોવા મળશે કે, જે એક IAS ઓફિસર બનવા માગે છે. પરતું તેના જીવનમાં એક એવું વળાંક આવ્યું કે તેઓ ગેગસ્ટર બની જાય છે.
"પ્રણામ"નો ટીઝર રિલીઝ, એક્શન મોડમાં જોવા મળશે રાજીવ ખંડેલવાલ - Gujarat
ન્યૂઝ ડેસ્ક: પ્રણામનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં કાજીવ દમદાર ડાયલોગની સાથે જોરદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે. આ ટીઝરમાં અતુલ કુલકર્ણી તથા અભિમન્યુ સિંહ પણ જબરદસ્ત ડાયલોગ બોલતા જોવા મળી રહ્યા છે.
"પ્રણામ"નો ટીઝર રિલીઝ
રજનીશ રામપુરીએ વધુમાં કહ્યું કે, ફિલ્મમાં અતુલ કુલકર્ણી, અભિમન્યુ સિંહ તથા વિક્રમ ગોખલે જેવા અભિનેતા અભિનય કરી રહ્યા છે. ફિલ્મના ટીઝરમાં રાજીવ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં થયું છે.
આ આગાઉ રાજીવ આમિર તથા ટેબલ નમ્બર 21 જેવી ફિલ્મમાં કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ 9 ઓગસ્ટના રોજ સિનેમા ઘરોમાં રીલિઝ થશે.