મુંબઇ: કોવિડ-19 જેવી ભયંકર મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં અમુક લોકો પોતાના ઘરમાં બંધ છે તો કેટલાક લોકો પોતાની ઘર દુર છે. જો કે, હવે લોકડાઉનમાંથી છૂટ મળી રહી છે. જેના કારણે ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં દૂર ફસાયેલા લોકો તેમના ઘરે પરત ફરી રહ્યા છે.
આ દરમિયાન અભિનેત્રી રાધિકા મદન સંપૂર્ણ તૈયારી સાથે તેના પરિવારના સભ્યોને મુંબઈથી દિલ્હી મળવા પહોંચી હતી. તેમણે એરપોર્ટ પરથી તેની એક તસવીર પણ શેર કરી હતી, જેમાં રાધિકા તેના ચહેરા પર માસ્ક સાથે જોવા મળી હતી.