મુંબઈઃ સમગ્ર વિશ્વમાં કોરોના બિમારી કાળ બની મંડરાઈ રહી છે. એવામાં મુસ્લીમોનો સૌથી પવિત્ર તહેવાર ઈદ આવી રહ્યો છે. જેને લઈ પ્રોડ્યુસર તનુજ ગર્ગે મુસ્લિમ સમુદાયના લોકો માટે ચિંતા વ્યકત કરી છે.
ઈદ પહેલા રમજાન મહિનાને ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે. રમજાન માસ દરમિયાન મુસ્લિમ લોકો રોજા રાખે છે. તેથી ઈદને લઈ બૉલીવૂડ પ્રોડયુસર તનુજ ગર્ગે ટ્વિટર પર મુસ્લિમ સમુદાયના લોકો માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરસ થઈ રહ્યું છે.
તનુજ ગર્ગે ટ્વિટ કર્યુ છે કે, ' મને એ લોકોની ખુબ જ ચિંતા થાય છે, જે લોકો રમજાનમાં રોજા રાખશે. કારણે કે ઉપવાસ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. જેને લીધે કોરોના વઈરસથી પ્રભાવિત થવાનું જોખમ વધી જાય છે.'
ગર્ગના આ ટ્વિટ પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે રમજાન મહિનો 23 એપ્રિલથી શરૂ થઈ 23 મે ના રોજ પૂર્ણ થશે. આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે ભારતમાં કોરોનાના દર્દીના સંખ્યા સતત વધી રહી છે. કોરોનાને કારણે ભારતમાં 273 લોકોના મોત થયાં છે.