ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પતિ નિક જોનસ અને માતા સાથે રજાઓ માણતી જોવા મળી પ્રિયંકા - પ્રિયંકા ચોપડા જોનાસે

પ્રિયંકા ચોપડા હમણાં તેના પતિ નિક જોનાસ સાથે ભારત આવી છે. ત્યારે આ બંન્ને કલાકારોએ મળીને હોળીની ઉજવણી કરી હતી. અભિનેત્રીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે પતિ નિક જોનસ સાથે રજાઓની મોજ માણતી જોવા મળી હતી.

priyanka
પ્રિયંકા ચોપડા

By

Published : Mar 10, 2020, 7:21 PM IST

મુંબઈ: પ્રિયંકા ચોપડા જોનસે તેની રજાઓની મોજ પરિવાર સાથે માણી હતી. જેના માટે તેણે નતાશા અને અદાર પૂનાવાલાનો આભાર વ્યકત કર્યો હતો. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે એક કેપ્શન લખ્યું હતું કે, મને પસંદ છે. જયારે વીક્ન્ડમાં એક જ સમયે લિટ અને ચીલ બંને હોય છે. નતાશા પૂનાવાલા અને આદર પૂનાવાલા શ્રેષ્ઠ યજમાન બનવા બદલ આભાર. પછી ફરીવાર મળીશું.

આ તસવીરમાં પતિ નિક જોનસ, માતા મધુ ચોપડા, નતાશા અને અદાર પૂનાવાલા અને પ્રિયંકા સાથે મળીને હસતાં જોવા મળે છે. તેમજ અભિનેત્રી બ્લેક પેન્ટ સાથે પ્રિન્ટેડ ટોપ પહેરેલી છે. જ્યારે અમેરિકન પોપ સિંગર નિક જોનાસ બ્લેક ડ્રેસમાં શાનદાર લાગી રહ્યો હતો. બંને કલાકારો મુંબઇ હોળીની ઉજવણી કરવા માટે આવ્યા હતા. તેમની મસ્તી અને ધમાલના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી સોફીએ પ્રિયંકાને લઇને કહ્યું કે,'પ્રિયંકા સાથે તેની સારી બોન્ડિંગ છે. તે ભારતની સૌથી મોટી હસ્તી છે. જયારે અમે નિક અને પ્રિયંકાના લગ્નમાં ગયા હતા. ત્યારે અમારું શાહી અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રિયંકાની ત્યાં પૂજા કરવામાં આવે છે.'

પ્રિયંકા ચોપરા છેલ્લે ફરહાન અખ્તર સાથે 'ધ સ્કાય ઇઝ પિંક' માં જોવા મળી હતી. અને હવે પછી તે 'ધ વ્હાઇટ ટાઇગર', 'ધ મેટ્રિક્સ 4' જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details