ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સાસુના જન્મદિવસ પર પ્રિયંકા ચોપડાએ શેર કરી પોસ્ટ

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ડિસેમ્બર 2018માં અમેરિકન પોપ સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. નિકની માતાના જન્મદિવસ નિમિત્તે અભિનેત્રી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખાસ પોસ્ટ શેર કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

By

Published : Jul 13, 2020, 10:23 PM IST

સાસુના જન્મદિવસ પર પ્રિયંકા ચોપરા જોનસે શેર કરી ભાવુક પોસ્ટ
સાસુના જન્મદિવસ પર પ્રિયંકા ચોપરા જોનસે શેર કરી ભાવુક પોસ્ટ

મુંબઇ: અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસે તેની સાસુ ડેનિસ જોનસના જન્મદિવસ નિમિત્તે તેની માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી.

પ્રિયંકાએ ડેનિસ સાથે એક ફોટો શેર કરતા લખ્યું હતું, "હેપી બર્થડે મમ્મા... જે! તમારા સાથ અને ઉદારતા માટે આભાર. હું ખુશ છું કે તમે અત્યારે અમારી સાથે છો જેથી અમે તમારો જન્મદિવસ ઉજવી શકીએ છીએ.’

પ્રિયંકાના પતિ અને પોપ સિંગર નિક જોનાસે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ મૂકીને લખ્યું હતું, " લવ યૂ મોમ! જન્મદિવસની શુભકામનાઓ!"

પ્રિયંકા હવે 'ધ વ્હાઇટ ટાઈગર'માં દેખાશે જે નેટફલિક્સ પર રજૂ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આદર્શ ગૌરવ અને રાજકુમાર રાવ પણ દેખાશે.

ABOUT THE AUTHOR

...view details