ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રિયંકા ચોપરાએ શેર કર્યો ‘ધ સ્કાય ઇઝ પિન્કનો’ અનોખો ફોટો - priyanka chopra

મુંબઈ: પ્રિયંકા ચોપરા ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કરી રહી છે. અભિનેત્રીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર ધ સ્કાય ઈઝ પિન્કના સેટ પરથી રોમાન્ટિક ફોટો શેર કર્યો છે. જેમાં અભિનેત્રી સાથે કો-સ્ટાર ફરહાન અખ્તર પણ નજરે આવે છે. અભિનેત્રીએ ફોટોના કૈપ્શનમાં લખ્યું કે, ફિલ્મ પ્યાર થી ભરપુર બનાવવામાં આવી રહી છે.

etv bharat

By

Published : Sep 9, 2019, 3:25 AM IST

પ્રિંયકા ચોપરા ટોરેન્ટો માટે રવાના થઈ છે. આ ફિલ્મનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર 13 સપ્ટેમ્બરના રોજ યોજાવાનું છે. દેશી ગર્લ કૈપ્શનમાં લખ્યું કે, મારી સંપુર્ણ ટીમની રાહ જોઈ શકું એમ નથી. ફરહાન અખ્તરએ પણ ફોટો શેર કર્યો છે. જેમાં ફરહાન ખાન પ્રિંયકા પિગીબેક રાઈડ આપી રહ્યો છે.

પ્રિંયકા ચોપરા અને ફરહાન અખ્તર

અભિનેતાએ ફોટોમાં લખ્યું કે, ધ સ્કાય ઈઝ પિંક સારી મહેનતથી નહી પરંતુ ધણા બધા પ્રેમ સાથે બનાવી છે. પ્રિયંકા, સિદ્ધાર્થ રૉય કપૂર અને રૉની સ્ક્રૂવાલા સાથે મળી પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

પ્રિયંકા ચોપરાનો બીચ પરનો ફોટો

ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ સોનાલી બોસ ડાયરેક્ટ કરી રહી છે. ફિલ્મમાં ઝાયરા વસીમ અને રોહિત સરફ પણ જોવા મળશે. ફિલ્મ 11 ઓકટોમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પ્રિંયકા ચોપરા અને ફરહાન અખ્તર

ABOUT THE AUTHOR

...view details