મુંબઇ: કોરોના વાઇરસના કારણે ચાલી રહેલા લોકડાઉનમાં દરેક બોલીવુડ સેલેબ્સ પોતાના ઘરોમાં કેદ છે.આ સ્થિતિમાં તે પોતાની જૂની યાદોને તાજા કરી રહ્યા છે અને જૂના દિવસોને પણ યાદ કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપડા પણ બોલિવૂડના તેમના જૂના દિવસોને યાદ કરી રહી છે. અભિનેત્રી હાલમાં પતિ નિક જોનસ સાથે લોસ એન્જલસમાં છે. તે આગામી દિવસોમાં સોસિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરતી રહે છે.
અત્યારે અભિનેત્રીને તેના ફિલ્મ કરમનું તિનકા તિનકા ગીતની યાદ આવી રહી છે.
પ્રિયંકાએ તિનકા તિનકા ગીતનો એક વીડિયો શેર કરતા ફ્રેન્ડસને તેના વિશે જણાવ્યું તેમણે લખ્યું છે, કે 'તિનકા તિનકા મારી શરૂઆત ફિલ્મોમાંથી એક કરમનું ગીત છે.આ ફિલ્મ 2005 માં રિલીઝ થઈ હતી. જે લોકોને નથી ખબર તેમને જણાવી દઇએ કે હિન્દી ફિલ્મોમાં એક્ટર્સ માટે સિંગર્સ પ્લેબેક સિંગિંગ કરે છે. હું ભાગ્યશાળી છું કે મને ઘણા શ્રેષ્ઠ સિંગર્સસે તેમનો અવાજ આપ્યો છે.
પ્રિયંકાએ વધુમાં લખ્યું હતું,કે 'પરંતુ જ્યારે આ ગીત આવ્યું ત્યારે લોકોને લાગ્યું કે મે જ આ ગીત ગાયુ છે. પરંતુ ખરેખર આ ગીત મારા પ્રિય સિંગરમાંની એક અલીશા ચિનોયે ગાયું હતું. તેણે મારો ટોનને સારી રીતે કોમ્પ્લીમેંટ કર્યો. આભાર અલીશા.'