- પ્રિયંકા ચોપરા જોનસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
- ફોટોમાં પ્રિયંકા અભિનેત્રી કેટરીના અને આલિયા સાથે જોવા મળી
- ત્રણેય અભિનેત્રી સાથે ફરહાન અખ્તર બનાવી રહ્યા છે એક ફિલ્મ
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા, લેખક, નિર્દેશક ફરહાન અખ્તરે મંગળવારે ટ્વિટર પર એક જાહેરાત કરી છે કે, તેઓ પોતાની આગામી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. તે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જોનસ, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ જોવા મળશે. જોકે, આ પહેલા પ્રિયંકાએ પણ ઈન્સ્ટાગ્રામ પર ત્રણેયનો ફોટો શેર કરી આ અંગે માહિતી આપી હતી.
ફરહાનની ફિલ્મ "દિલ ચાહતા હૈ" ના 20 વર્ષ પૂર્ણ
આ ફિલ્મનું નામ છે 'જી લે ઝરા' છે. ફરહાને પોતાની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'ના 20 વર્ષ પૂર્ણ થવાના કારણે એક મોટી જાહેરાત કરી છે. આ સાથે જ ફરહાનના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ ફરહાને ટ્વિટર પર પોતાની આગામી ફિલ્મ 'જી લે ઝરા' ફિલ્મની જાહેરાત કરી છે. ફરહાન આ ફિલ્મનું નિર્દેશન કરશે અને આ ફિલ્મમાં ત્રણેય અભિનેત્રી પહેલી વખત એક સાથે જોવા મળશે.