જો તમે પણ ચોપડા સિસ્ટર્સને 'ફ્રોઝન 2'માં સાંભળવાની રાહ જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, પ્રિયંકાએ ફેન્સની આતુરતા જોઈને પોતાના આગામી આઉટિંગથી એક ક્લિપને શેર કરી છે. ક્લિપ દ્વારા જોઈ શકાય છે કે તે દરેક સ્વતંત્ર મહિલાઓને સમર્પિત છે.
આ ક્લિપમાં પ્રિયંકા બોલી રહી છે કે, 'અમને રાણી બનવા માટે રાજાની જરુરત નથી અને અમારી પાસે તારા લાવવાની જરુર નથી તે ખુદ અમારી પાસે આવશે'
મેજીકલ સ્નિપેટે એલ્સા અને અન્નાને 'ફ્રોઝન 2' ની નવા યુગની કહાનીમાં મુશ્કેલ મુસાફરી પર લઈ જતા દેખાડ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર ક્લિપ શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, 'દુનિયાને બદલવા અને પોતાની કિસ્મત બનાવવા માટે એક પ્રેરણાદાયક, હૃદયસ્પર્શી કહાની... એલ્સા અને અન્ના સાથે જોડાઓ'
'ફ્રોઝન 2'માં અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને પરીણિતી ચોપડા હિન્દી વર્ઝન માટે એલ્સા અને અન્નાને અવાજ આપશે. ડિઝની દ્વારા બનાવાયેલ 'ફ્રોઝન 2', 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.