લૉસ અન્જલિસઃ આસામમાં રાહત કાર્ય માટે દાન કર્યા બાદ બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ અને તેના પતિ નિક જોનસો બિહાર રાજ્યમાં પૂર પ્રભાવિત લોકોને મદદ કરી છે.
પ્રિયંકાએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે, તેમણે આસામ અને બિહાર રાહત ફંડ સંગઠનોને આર્થિક મદદ કરી છે. આ સાથે જ તેમણે તેના ફેન્સને પણ પૂર પ્રભાવિત લોકો માટે ડોનેટ કરવા અપીલ કરી છે.
વિ'દેશી' ગર્લ ચોપરાએ કહ્યું કે, 'દેશમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તબાહી મચી ગઈ છે. બિહાર રાજ્ય જયાં મારો જન્મ થયો ત્યાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. આસામની જેમ ત્યાં પણ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને કેટલાય લોકો બેઘર થઈ ગયા છે. તે લોકો તબાહીથી ઝુઝી રહ્યા છે, તેમણે શક્ય તેટલી દરેક મદદની જરુર છે, જે આપણે કરી શકીએ તેમ છીએ. મેં અને નિકે કેટલાક સંગઠનોને દાન કર્યુ છે. જેની ટીમ રાજ્યમાં સક્રિય કામગીરી કરી રહી છે અને લોકોને મદદ કરી રહી છે. હવે તમારો વારો છે.'
આ સાથે જ અભિનેત્રીએ કેટલાક સંગઠનો અંગે માહિતી આપી હતી જ્યાં કોઈ પણ દાન કરી શકે છે.