મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ તેના પતિ જીન ગુડનફૂ અને ડોગી બ્રુનો સાથે હૉમ ક્વોરેન્ટાઇનની આડઅસર વિશે એક વીડિઓ શેર કર્યો છે.
પ્રીતિએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે અલગ-અલગ અવાજ કાઢતી જોવા મળી શકે છે, જ્યારે તેના પતિ અને બ્રુનો માથું હલાવતા જોવા મળે છે.
પ્રીતિએ આ પોસ્ટ સાથે લખ્યું હતું કે, "હૉમ ક્વોરેન્ટાઈનની આડઅસર….મને આશા છે કે આ બધું પસાર થયા પછી પણ આપણે સમજદાર રહીશું અને આશા રાખીએ કે જો તમે ઘરે ચિંતિત આ તમારા ચહેરા પર સ્મિત લાવશે. "