ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઋષિ કપુર અને ઈરફાન ખાનના નિધન પર પ્રસુન જોશી શોક વ્યક્ત કર્યો, સાથે જ જણાવ્યું કે.... - પ્રસુન જોશી

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં બૉલીવૂડ સંગીતકાર પ્રસુન જોશીએ ઈરફાન ખાન અને ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યકત કરી શ્રદ્ધાજંલિ અર્પી હતી. આ સાથે જ જોશીએ કહ્યું કે તે સતત ઈરફાન ખાનના સંપર્કમાં હતાં.

Etv bharat
prasun joshi

By

Published : May 5, 2020, 4:47 PM IST

મુંબઈઃ પ્રસિદ્ધ ગીતકાર પ્રસુન જોશી સ્વર્ગીય અભિનેતા ઈરફાન ખાન સાથે સતત સંપર્કમાં હતાં, જ્યારે તે પોતાની બિમારી સામે જંગ લડી રહ્યાં હતાં.

પ્રસુન જોશીએ કહ્યું કે ઈરફાન ખાનનું બિમારી સામે લડવું બધા માટે પ્રેરણાદાયક છે. 2018માં ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરથી પીડિત ઈરફાન ખાનનું 54 વર્ષની વયે નિધન થયુ. આ અંગે પ્રસુન જોશીએ કહ્યું કે, હું ઈરફાન ખાન સાથે સતત સંપર્કમાં હતો. આ સંકટની ઘડીમાં હું તેમની સાથે વાત કરતો હતો.

ઈરફાન ખાનની બિમારીને લઈ વાત કરતાં જોશીએ કહ્યું કે, 'તેમની બિમારી વાસ્તવમાં પીડાદાયક હતી. તેમને એક દુર્લભ પ્રકારની બિમારી હતી. પીડાદાયક સારવાર બાદ પણ તે પોતાની પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવા કોશિશ કરી રહ્યાં હતાં અને અંતિમ શ્વાસ સુધી તે બિમારી સામે લડ્યા. જે ખુુબ જ પ્રેરણાદાયક છે.'

આ સાથે પ્રસુન જોશીએ ઋષિ કપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઋષિ કપુરનું 30 એપ્રિલે નિધન થયું હતું. અભિનેતા ઋષિ કપુર લ્યુકેમિયા બિમારી સામે લડી રહ્યાં હતાં.

ઋષિ કપુરને યાદ કરતાં જોશીએ કહ્યું કે, 'હું તેમના પરિવારને લાંબા સમયથી ઓળખતો હતો. એ એક જીવંત અને દયાળું વ્યકિત હતાં. તે જયાં પણ ત્યાં એક એક અલગ જ માહોલ ઉભો કરી દેતાં હતાં. તે નાની ઉંંમરે જતા રહ્યાં. ઈરફાન પણ ખરેખર નાની વયે દુનિયા છોડી જતાં રહ્યાં. બંને આજના સમય પ્રમાણે યુવા હતાં.'

કોરોના વાઈરસને કારણો ચાલતા લકાડઉનને લીધે પ્રસુન જોશી તેમની અંતિમ વિધિમાં હાજર રહી શક્યા નહોતાં.

ABOUT THE AUTHOR

...view details