મુંબઈઃ ભારતીય દર્શકોને પોતાના દમદાર એક્શનથી પ્રભાવિત કર્યા બાદ પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાહો’ આજે જાપાનમાં રિલીઝ કરાઈ છે. જે હાલ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ સોમવારે રિલીઝ થઈ હતી. જે દર્શકોનો ખૂબ પસંદ આવી રહી છે.
બાહુબલી પ્રભાસની ફિલ્મ ‘સાહો’ જાપાનમાં રિલીઝ - બાહુબલી પ્રભાસ
ભારતમાં ગત વર્ષ ઑગસ્ટમાં બાહુબલી પ્રભાસ અભિનિત ફિલ્મ ‘સાહો’ રિલીઝ થઈ હતી. જે આજે જાપાનના થિએટર્સમાં ધૂમ મચાવી રહી છે.
‘સાહો’ પ્રભાસની બ્લૉકબસ્ટર ફિલ્મ બાહુબલી બાદની પહેલી રિલીઝ ફિલ્મ છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ દિગ્દર્શક સુજીતના માર્ગદર્શન હેઠળ બની હતી. જે ગત વર્ષે 30 ઑગસ્ટે રિલીઝ થઈ હતી.
થોડા સમય અગાઉ જ જાપાનમાં ‘સાહો’ ફિલ્મનું ટ્રેલર જાહેર કરાયું હતું. જેનો એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો. આ વીડિયોમાં જાપાની દર્શકો ફિલ્મના ટ્રેલરને માણતા જોવા મળે છે. નોંધનીય છે કે, આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલૂગુમાં એક સાથે બનાવવામાં આવી હતી.