મુંબઇ: અભિનેતા પ્રભાસ અને પૂજા હેગડેની આવનારી ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક પોસ્ટરની આગામી 10મી જુલાઇ એ જાહેરાત કરવામાં આવશે. પ્રભાસે તેના ઈન્સ્ટાગ્રામ પર આ અંગે તસ્વીર શેર કરી હતી જેમાં 'પ્રભાસ 20' લખેલું છે. જેના પરથી એવી અટકળો વહેતી થઇ છે કે ફિલ્મનું શીર્ષક 'પ્રભાસ 20' છે.
આ ફિલ્મ રાધાકૃષ્ણ કુમાર દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મમાં ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, કુણાલ રોય કપૂર, પ્રિયદર્શી, જેવા કલાકારો જોવા મળશે.