રવીના, ફરાહ અને ભારતી સિંહ પર એક શો દરમિયાન લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી અનુસાર આ ત્રણ કોમેડી કલાકારોએ પ્રોગ્રામના સમયે ઇસાઇ ધર્મને લઇને કેટલાક શબ્દો કહ્યા હતાં જે લોકોને પસંદ આવ્યા નથી. ફરીયાદમાં કહેવામાં આવ્યુ છે કે શો મા જે શબ્દોનો ઉપયોગ થયો છે તેના થી ધર્મનુ અપમાન થાય છે.
ફરાહ, રવીના, ભારતી વિરૂદ્ધ FIR દાખલ, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ - અમૃતસરમાં ફરીયાદ દાખલ
મુંબઇ : બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન, કોમેડિયન ભારતી સિંહ અને ડાયરેક્ટર ફરાહ ખાનના ફેન્સ માટે સારા સમાચાર નથી. આ ત્રણેય વિરૂદ્ધ પંજાબના અમૃતસરમાં ફરીયાદ દાખલ થઇ છે.
ફરાહ, રવીના, ભારતી વિરૂદ્ધ FIR દાખલ, ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ
આ કાર્યક્રમ ક્રિસમસના દિવસે પ્રસારીત કરવામાં આવ્યો હતો. રવીના, ભારતી અને ફરાહ ખાન વિરૂદ્ધ અનૃતસરના અજનાલામાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.