ગુજરાત

gujarat

ETV Bharat / sitara

"PM નરેન્દ્ર મોદી"ની રીલીઝ પર રોક, ECએ ફિલ્મને સરોગેટ પબ્લિસીટી ગણાવી

મુંબઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ "PM નરેન્દ્ર મોદી" ને સેંસર બોર્ટ દ્વારા "U" સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં આવતી કાલે રીલીઝ થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મની રીલીઝ પર ફરીથી રોક લગાવી દેવામાં આવી છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 10, 2019, 12:15 PM IST

Updated : Apr 10, 2019, 2:35 PM IST

પરંતુ હાલમાં મળતી માહિતી મુજબ "PM નરેન્દ્ર મોદી" રીલીઝ કરી શકાશે નહી. આવતી કાલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરુ થાય છે. સાથે જ આચારસંહિતા પણ લાગુ થઇ રહી છે. માટે ચૂંટણી પંચે આ ફિલ્મને સરોગેટ પબ્લિસીટી ગણાવી ફિલ્મની રીલીઝ પર રોક લગાવી દીધી છે.

તમને જણાવી દઇએ કે, મોદી બાયોપિકની કોંગ્રેસ શરૂઆત થી જ વિરોધ કરી રહી હતી. વિપક્ષનો આરોપ છે કે આ ફિલ્મ આચાર સંહિતાને ભંગ કરશે. સાથે જ ચૂંટણી વખતે આ ફિલ્મ રિલીસ્ થતા વોટર્સ ભાજપ તરફ આકર્ષિત થશે.

કંટેટને લઇ આ ફિલ્મ વિવાદમાં રહી હતી જેથી ફિલ્મ પર રોક લગાવા કોર્ટમાં અર્જી દાખલ કરવામાં આવી હતી.મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રિલીસ્ પર રોક લગાડવાની અર્જીને ફગાવી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો PM નરેન્દ્ર મોદી 11 એપ્રીલના રોજ રિલીસ્ થશે તો આ બાબત પર શું કરવું તેનો નિર્ણય ચૂંટણી આયોગ કરશે.

ચૂંટણી આયોગ આ બાબત પર નિર્ણય કરશે કે PM મોદી કોઇ પણ પ્રકારે આચાર સંહિતાનો ભંગ ન કરે.

Last Updated : Apr 10, 2019, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details