મુંબઇઃ રણવીરસિંહે દીપિકા પાદુકોણ સાથેનો ફોટો શેર કરતાં લખ્યું કે, 'જ્યારે તે મારી આસપાસ હોય ત્યારે હું ખૂબ ખુશ રહું છું.!!! હોમ જિમ બડિઝ ...મંડે મોટીવેશન. રણવીરસિંહે જીમ કરતી વખતે આ ફોટો પોસ્ટ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ ફોટો અત્યાર સુધીમાં લગભગ 19 લાખ વખત જોવાયો છે. આ ફોટા પર ટિપ્પણી કરતાં દીપિકા પાદુકોણે લખ્યું છે કે, 'તમે મારા માટે સ્નેક્સ છો'.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ - Deepika Padukone Ranveer Singh Instagram picture
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દેશમાં મોટાભાગના સ્થળોએ કોરોના વાઇરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યા છે. ત્યારે બોલીવૂડની અનેક હસ્તીઓ પહેલેથી જ સેલ્ફ આઇસોલેશનમાં જીવી રહી છે. આ દરમિયાન રણવીરે આ ફોટો શેર કર્યો છે. જેમાં દીપિકા પાદુકોણે પણ આ અંગે ખૂબ જ રમુજી ટિપ્પણી કરી છે. જેમાં તે તેની પત્ની દીપિકા પાદુકોણ સાથે રોમેન્ટિક અંદાઝમાં જોવા મળી રહ્યા છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો ફોટો સોશિયલ મીડિયામાં થયો વાઇરલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણની છેલ્લી ફિલ્મ છપાક હતી અને રણવીર સિંહ છેલ્લે 'ગલી બોય'માં જોવા મળ્યો હતો. હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી એક વાર '83' માં જોવા મળશે. જેમાં રણવીર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે અને દીપિકા પાદુકોણ તેની પત્નીનો રોલ નીભાવતી જોવા મળશે.
TAGGED:
corona effect on bollywood